વડોદરાની ગણિતશાસ્ત્રી યુવતી નિશાકુમારી પર્વતારોહક છે. એનો દ્રઢ સંકલ્પ વિશ્વના સૌથી ઉંચા પર્વતશિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનો છે. તેની પૂર્વ તૈયારી રૂપે એ હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારમાં સાયકલિંગ સહિતની સાહસ યાત્રાઓમાં સતત જોડાઈને પોતાના શરીર અને મનને એવરેસ્ટના ખૂબ કઠિન અને પડકારભર્યા આરોહણ માટે તૈયાર કરી છે. તેની સાથે બેટી બચાવો,બેટી પઢાઓ જેવા સામાજિક સંદેશપણ આપે છે
સગી આંખે નિહાળ્યુંતાજેતરમાં નેપાળના માઉન્ટ માંસલુ (Maslu of Nepal) આરોહણ હાથ ધર્યું . જે દરમિયાન હિમ સ્ખલન અને બરફના ભયાનક તોફાનને નિશાએ સગી આંખે નિહાળ્યું તેમ છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો (Nishakumari spent three days on Mount Maslu) તેનો સંકલ્પ સહેજ પણ ડગ્યો નથી ઉલટો દ્રઢ થયો છે. બરફના આ તોફાનમાં એણે નજર સમક્ષ શેરપાઓ અને સાથી પર્વતારોહકોને હિમ ઢગોમાં દટાઈ જતાં અને મોતના મુખમાં ધકેલાતા જોયા છે આ બર્ફીલા તાંડવમાંથી કોઈ ઇજા વગર સહીસલામત વડોદરા પરત ફર્યાએ બાબત નિશાકુમારીને કુદરત નો ચમત્કાર લાગે છે માંસ્લુ ની ઊંચાઈ 8168 મીટર છે જે એવરેસ્ટ થી માત્ર 700મીટર ઓછી છે.
પડકારોનો સામનો તેના આરોહણનો અનુભવ એવરેસ્ટ ચઢાણ ના પડકારોનો સામનો કરવામાં ખૂબ ઉપયોગી બની રહે છે. જો કે અનરાધાર બરફ વર્ષા અને અતિ વિષમ વાતાવરણ ને લીધે ચોટીની ખૂબ સમીપ પહોંચીને લગભગ 1300 મીટર અંતર બાકી હતું. ત્યારે આરોહણ પડતું મૂકવું પડ્યું નિર્ણય દુઃખદ હતો પરંતુ ત્યાંના વાતાવરણને જોતાં કોઈ જોખમ લેવું હિતાવહ ન હતું. ઓથોરિટી દ્વારા પણ તમામ આરોહકોને પાછા વળી જવા સૂચના આપી દેવામાં આવી હતી. તેણે 6700 મીટરની ઊંચાઈએ તંબુમાં નિવાસ કરીને ત્રણ દિવસ સુધી વાતાવરણ સુધરવાની રાહ જોઈ હતી. તાપમાન માઈનાસ 25થી45ની રેન્જમાં હતું.