ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: નિશા કુમારીએ માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગને લહેરાવ્યો, ખર્ચો જાણીનો આંખ ચાર થઈ જશે - world highest peak

વડોદરાની નિશા કુમારી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગને લહેરાવ્યો છે. હિમ ડંખના કારણે બે હાથની નવ આંગળી પર અસર પણ થઇ છે. શિખર ચડવાનો રુિપિયા 46 લાખ ખર્ચ થયો છે.

વડોદરાની નિશા કુમારી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગને લહેરાવ્યો
વડોદરાની નિશા કુમારી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગને લહેરાવ્યો

By

Published : Jun 27, 2023, 12:30 PM IST

વડોદરાની નિશા કુમારી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગને લહેરાવ્યો

વડોદરા:કહેવાય છે કે "કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી" આ ઉક્તિને સાર્થક કરી છે વડોદરાની નિશા કુમારીએ કે જે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગો લહેરાવી અને ભારતનું નામ રોશન કર્યું છે. સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર વડોદરા પહેલી યુવતી છે. એવરેસ્ટના શિખર પર ભારતના તિરંગાને લહેરવાનું એકમાત્ર લક્ષ્ય હતું જે પૂર્ણ કર્યું. પરત ફરતા હિમ ડંખના કારણે બંને હાથની નવ આંગળી પર અસર વર્તાઈ છે. જે ઓક્સિજન થરાપી દ્વારા ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

"માઉન્ટ એવરેજ સર કરવા ગઈ હતી અને ત્યાં બેસ્ટ કેમ થી ઉપર જે અમારા સૌથી પહેલા ટાસ્ક આવે છે, જે ખૂબ જટિલ હોય છે. બેસ્ટ કેમ્પથી કેમફન જાવામાં ક્રેવાસીસ આખું જે ખુમભવા ઇસપોલ આખું ડેથ ઝોન કહેવાય છે. આને ક્રોસ કરવામાં અમને 90 ડિગ્રીની આઇસની વોલ ચડવું પડે છે"-- નિશા કુમારી

ખૂબ મુશ્કેલ હતુ: આઈસની વોલ ચડીને વચ્ચે પ્રવાસી અમારે લેડરથી ક્રોસ કરવું પડે અમુક ટાઈમ આવું પણ હોય કે લેડર ત્રણ ચાર લેડર હોય આટલી મોટી લેડર્સને ક્રોસ કરીને અને નીચે જોઈએ તો કેટલા ફિટની ખાય છે, તેનો અંદાજો લાગવવો ખૂબ મુશ્કેલ હતો નીચે જોતા ખૂબ ગભરામણ થાય. આ પરિસ્થિતિ વચ્ચે આગળ વધવું અને પવનની ગતિ પણ ખૂબ હતી જે લગભગ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ પવનની ગતિ વચ્ચે રોપને જરા પણ સાઈડમાં મૂકી દે અને પકડીને નહીં રાખીએ તો વિન્ડની જોડે જતા રહીએ આવી વિન્ડ સાથે બરફ પણ ખૂબ હતો. રસ્તો દેખાતો ન હતો જાતે રસ્તો બનાવી ચાલવું પડતું હતું.

પાર કરી એવરેસ્ટ સર કર્યું: થોડીક દૂર માઉન્ટ અવરેસ્ટનું શિખર દેખાતું હતું. પરંતુ હું ત્યાં જ દેખતી જ રહી ગઈ કે મારી સામે જ મારા સામે ડેટબોડી હતી અને મારે તેને ક્રોસ કરીને જવુ પડે તેવી પરિસ્થિતિ હતી. હું બે મિનિટ માટે કશું વિચારી શકતી ન હતી. મારી બોડી ત્યાંની ત્યાં ઉભી થઈ ગઈ હતી. પછી અંદરથી અવાજ આવી કે તારે જે કરવું છે, આ તો તારે કરવું જ પડે. તારું ડ્રિમ છે આ તો પૂરું કરવું જ પડે, તારે ઇન્ડિયાનો ફ્લેગ છે તે ટોપ પર લહેરવાનો છે. તો તું પાછળ ન પડવું જોઈએ જે અંદરથી મને થયું અને મેં આ સપનું પૂરું કરી ભારતનું નામ સૌથી ઊંચા શિખર પર તિરંગો લહેરાવી ઊંચું કર્યું છે. આ મહેનત પાછળ રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

થેરાપીથી સારવાર: મને હિમ ડંખ થયું છે તે મને ખબર જ નથી પડી કે મને ક્યારે થયું. હું ઉપરથી નીચે આવતી હતી ત્યારે મારો હાથ ત્યાં આગળ ટેમ્પરેચર માઇનસ ફોર્ટી જેવું રહે છે. મારા હાથ ફ્રીજ થઈ ગયા હતા. આટલી ખબર નથી પડતી કે શું થયું છે. હું નીચે આવતા બેસ્ટ કેમ્પ પહોંચી તો મને થોડું દર્દ થયું. મેં શેરપાને પૂછ્યું ત્યારે ખબર પડી કે મને હિમ ડંખ લાગ્યો છે. જેના કારણે મારે નેપાળમાં અને બાદમાં મુંબઈની હોસ્પિટલમાં એક મહિના સુધી ઓક્સિજન થેરાપી લેવી પડી હતી મારા બંને હાથની ન આંગળીઓ પર પોસ્ટ વાઈટની અસર છે અને છ મહિના બાદ જ ખબર પડશે કે આંગળીઓ કેટલી સારી થઈ છે.

46 લાખનો ખર્ચ:માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નિશા કુમારીને 46 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ માટે નિશા કુમારીને ઘણા લોકોએ ફાઈનાન્સિયલ સપોર્ટ કર્યો છે. ગુજરાત સરકારે એવરેસ્ટ સમીટ સર કરનારને 15 લાખ રૂપિયા આપે છે. પણ તે અભિયાન પૂરું થયા બાદ આપતી હોય છે. જો સહાય અગાઉ આપવામાં આવે તો એવરેસ્ટ ચડવા માંગતા સાહસિકો માટે એક મદદરૂપ સાબિત થઈ શકે છે.

  1. Vadodara Crime : આ લ્યો વધુ એક ઠગ પીએમઓ ઓફિસર વડોદરા પોલીસના સાણસામાં આવ્યાં, ખ્યાતનામ સ્કૂલને છેતરી
  2. Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ

ABOUT THE AUTHOR

...view details