ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : નીલ ગાય રીક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળ પર મૃત્યુ - સુરાસામળ ગામે નીલ ગાય અકસ્માત

વડોદરાના સુરાસામળ ગામ પાસે નીલ ગાય અને રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ અકસ્માત સર્જાતા ધટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા શોકનો માહોલ છવાયો ગયો હતો.

Vadodara News : નીલ ગાય રીક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળ પર મૃત્યુ
Vadodara News : નીલ ગાય રીક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળ પર મૃત્યુ

By

Published : Mar 10, 2023, 3:26 PM IST

નીલ ગાય અને રીક્ષાના અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ

વડોદરા :રખડતા પશુઓને લઈને અવારનવાર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા રાખે છે. ત્યારે વડોદરાનાશિનોરથી સાધલી જવાના મુખ્ય માર્ગ પશું અને રીક્ષાનો અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મૃત્યુ થયું છે. સુરાસામળ અને શિનોર વચ્ચે નીલ ગાય રિક્ષા સાથે અથડાતા રીક્ષા ખાડામાં પલટી મારી ગઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા શોકનો માહોલ છવાય ગયો હતો.

શું હતો સમગ્ર મામલો :મળતી માહિતી મુજબ આ રીક્ષા સાધલીથી શિનોર તરફ જઈ રહી હતી. તે સમય દરમિયાન સુરાસામળ નજીક એક નીલગાય અચાનક રોડ પર આવી જતા રીક્ષા સાથે ભટકાઈ ગઈ હતી. જેના કારણે રીક્ષા ખાડામાં પલટી ખાઈ જતા ચારથી પાંચ જેટલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ જેનું નામ મથુરભાઈ (ઉંમર 55)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યુ હતું. સમગ્ર ઘટના બનતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના રહીશોએ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢી 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Surat Accident: શહેરની અમીન ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું મોત, પરિવારે મિલમાલિક સામે નોંધાવી ફરિયાદ

નિર્દોષ લોકોનો ભોગ :ગ્રામિણ વિસ્તારોમાં આવા બનાવ બનતા હોય છે. તેથી કેટલીકવાર ગ્રામિણ વિસ્તારના પરિવારજનોને પરિવારનો આધાર સ્તંભ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. બનેલી આ ઘટનામાં પણ નિર્દોષ વ્યકિતનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવી ઘટનાઓ અટકાવવા ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉભી થવા પામી છે.

આ પણ વાંચો :Navsari Accident: નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે મોત

અંતરિયાળ વિસ્તારોમાં ઘટનાથી હાહાકાર :વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નીલ ગાયનો આતંક દિવસને દિવસે વધતો જાય છે. આવી ઘટનાઓમાં કેટલીકવાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. એટલું જ નહીં, પરંતુ કેટલીકવાર તો કેટલાક પરિવારજનો એ પોતાના આધાર સ્તંભ પણ ખોવવાનો વારો આવે છે. રાત્રીના સમય દરમિયાન પણ અચાનક આ નીલ ગાયો રોડ પર આવી જતી હોય છે અને ભયાનક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે શિનોર તાલુકાના સુરાસામળ ગામે આ સમગ્ર ઘટનામાં રસ્તા પર નીલ ગાય દોડવાના કારણે રિક્ષા ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. તેથી અચાનક રીક્ષા ખાડામાં ખાબકી હતી. જેના કારણે આ સમગ્ર ઘટના બનવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details