પાણીની કોઈ સમસ્યા નહીં ઉદભવે વડોદરા : વડોદરા શહેરમાં 550 MLD પાણીની જરૂરિયાત છે, જેની સામે આજવા અને મહીસાગર નદીના વિવિધ સ્ત્રોત મારફતે 595 MLD પાણી પ્રતિદિન મેળવવામાં અવાઈ રહ્યું છે. જેટલા વિસ્તારના લોકો ટેન્કરો મંગાવે છે અને પાણી નથી મળતું તેવી બુમો પાડે છે તે અંગે ઈટીવી ભારત દ્વારા કોર્પોરેશન સત્તાવાળાઓ તરફથી સ્પષ્ટતાઓ કરવામાં આવી રહી છે.
જરૂરિયાત કરતા વધુ પાણી મેળવી રહ્યા છે: દરેક વ્યક્તની પ્રાથમિક જરૂરિયાત "જળ એજ જીવન છે" આ યુક્તિને સાર્થક કરવા માટે અને જરૂરિયાતોને પુરી કરવા માટે પાણીનો બચાવ કરવાની જરૂરિયાત છે. જ્યાં વર્ષો જૂની લાઈનોમાં લાઇન લોસની સમસ્યા હોય છે અને કેટલાક લોકો વેરો નથી ભરાતા તેવા લોકો પાણી ન મળતું હોવાની બુમો પાડે છે.
હાલમાં શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીના જે સ્ત્રોત છે જેમાં એક આજવા અને ઉત્તર તરફ મહીસાગર અને પશ્ચિમ વિસ્તારમાં પણ મહીસાગર માંથી આવતા વિવિધ સ્ત્રોત ઉપલબ્ધ છે. હાલમાં કોર્પોરેશન દ્વારા દિવસમાં 550 એમ.એલ. ડી ની જરૂરિયાત સામે 595 એમ.એલ.ડી પાણી મેળવવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ શક્યતાઓ નથી કે જ્યાં પાણી ખૂટી શકે છે. હાલમાં વધારે આવનાર પાણીનો જરૂરિયાત મુજબ સ્ટોક પણ રાખવામાં આવ્યો છે... ડો.હિતેન્દ્ર પટેલ (સ્થાયી સમિતિના અધ્યક્ષ, વીએમસી)
શહેરમાં ડેવલોપમેન્ટ વધ્યું : વડોદરા શહેરમાં ડેવલોપમેન્ટ વધ્યું છે, સાથે વિવિધ નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 20 વર્ષ પહેલાંની વસ્તી અને હાલની વસ્તીમાં વધારો થયો છે, તેની સરખામણી પ્રમાણે હાલમાં તમામ સ્તરે પહોંચી શકીએ છીએ. હાલમાં ક્યાંય પાણી પૂરું પાડવામાં કોઈ ઘટ પડે તેવી શક્યતાઓ હાલમાં નથી. જ્યાં કઈ જરૂરિયાત છે ત્યાં પાણી આપવામાં આવી જ રહ્યું છે. તેવું પણ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
જૂની લાઈનના રીપેરીંગમાં સમસ્યા : તેમણે આગળ જણાવ્યું કે લોકોની મનોસ્થિતિ એવી હોય છે કે પાણી ઓછું મળી રહ્યું છે. પરંતુ હકીકતમાં ઉનાળો હોવાથી લોકો પાણીનો વધુ વપરાશ કરતા હોય છે જેથી પાણી ખૂટી રહ્યું છે. હમણાં જ મેયર દ્વાર જ્યાં જૂની પાણીની ટાંકીઓ છે ત્યાં શહેરીજનો માટે ઉનાળામાં રાહદારીઓને પાણી પીવાનું મળી રહે તે માટે પરબો ઉભી કરવામાં આવી છે. પાણી પૂરતા પ્રેશરથી ન મળે કે કાપ કરવામાં આવે તે શહેરમાં જૂની લાઈનો અને સમસ્યા હોય તો તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
વીએમસી દ્વારા વિસ્તારમાં પાણી નથી પહોંચી રહ્યું તે વિસ્તારમાં ક્યાંક હજુ પાણીનું નેટવર્ક બાકી છે. કેટલાક લોકો એવા છે કે જે આકારણી નથી કરાવતા કે વેરો નથી ભરતા અને તેવી જગ્યા પર આવા લોકો પાણીની કમી વર્તાતી પડતી હોય છે. આવા લોકો જો યોગ્ય પ્રમાણમાં કાયદા અનુસાર આકારણી અને વેરો ભરી દે તો કોર્પોરેશનની ફરજના ભાગ રૂપે કોર્પોરેશન પાણી આપવા બંધાયેલું છે. હાલમાં વધુ પાણીની જરૂરિયાત ઉભી થશે તો પણ પૂરતો સ્ટોક છે અને સામે ચોમાસુ પણ આવી રહ્યું છે જેથી આ સમસ્યા ઉદભવે તેવી સ્થિતિ હાલમાં નથી... ડો.હિતેન્દ્ર પટેલ (સ્થાયી સમિતિના અધ્યક્ષ, વીએમસી)
પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી : જ્યાં પાણી પહોંચી નથી શકતું તે વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો દ્વારા કોન્ટ્રાક્ટરને 4000 લીટર પાણી માટે 385 રૂપિયા અને 5000 લીટર પાણી માટે 505 રૂપિયા ચૂકવી વિના મૂલ્યે ચારે ઝોનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આ પાણી ખાસ કરીને શહેરના સ્લમ વિસ્તારમાં આપવામાં આવ્યું રહેતું છે કે જ્યાં પાણી કોઈ પણ કારણોસર પહોંચી નથી શકતું.
વડોદરામાં પાણીની સ્થિતિ : વડોદરા શહેરને પૂરતું પડાતા પાણીનો સ્ત્રોત અને તેની પ્રતિદિન એમએલડી ઉપલબ્ધિ વિશે જણાવીએ તો આજવા સરોવરમાં 145 MLD, મહીસાગર નદીમાંથી 300 MLD, સિંઘરોટમાંથી 75 MLD, અને ખાનપુર કેનાલમાંથી 75 MLD પાણી મળીને કુલ 595 MLD ઉપલબ્ધ થઇ રહ્યું છે. આમ વડોદરા શહેરમાં હાલમાં પ્રતિદિન 550 MLD પાણીની જરૂરિયાત છે તેની સામે વધુ એટલે કે કુલ 595 MLD પાણી મળી રહ્યું છે. જેથી હાલમાં શહેરમાં કોઈ શક્યતાઓ નથી કે પાણી ખૂટે.
પાણી ન મળવાના કારણ : શહેરી વિસ્તારોમાં મોટાભાગે પાણી ન મળવાના કારણો દરેસ શહેરમાં એકસરખા જોવા મળતાં હોય છે. વડોદરાનું પણ એવું જ છે. જેમાં જોઇએ તો લોકો પાણી માટે અડધાનું કનેક્શન કરવાને બદલે 1નું કરે છે. તો કેટલાક લોકો મોટર મૂકી પાણીની ઘટ પૂરી કરવા પાણી ખેંચે છે. કોઈ વિસ્તારમાં લાઇન લોસની સમસ્યા પણ હોય છે. એ રીતે કેટલાક વિસ્તારમાં આકારણી અને વેરો ન ભરવાથી પાણી મળતું હોતું નથી.