વાતાવરણમાં આવેલ પલટાને લઈ વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો વડોદરા : શહેર અને રાજ્યમાં એકાએક વાતાવરણમાં આવેલ પલટાને લઈ વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં હાલમાં ઓપીડીમાં વધારો જોવા મળી રહી છે. જેમાં શરદી, કફ અને સામાન્ય તાવ આવવાના કેસોમાં સતત વધારો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે હાલમાં રોજબરોજ કરતા 30 થી 40 ટકા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વાયરલ ફિવરના કેસોના વધારાને અટકાવવા લોકો માસ્ક પહેરે અને કાળજી રાખે તો જરા પણ ગભરાવવાની જરૂર નથી.
કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ : આ અંગે કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગ હોસ્પિટલના નિષ્ણાત ડો.પી.એસ. શાહે જણાવ્યું હતું કે હાલમાં ઓપીડી અને ઇન્ડોર કેસોમાં વાયરલ ફિવરના કેસોમાં સામાન્ય સ્થિતિ કરતા 30 થી 40 ટકા જેટલું વધારે જોવા મળી રહ્યું છે. હાલમાં વધી રહેલા વાયરલ ફિવરથી બચવા માટે એક માત્ર ઉપાય છે કે લોકો એ માસ્ક પહેરવું જોઈએ. જો માસ્ક પહેરી શકાય તો રોગ અટકાવવામાં આપણે સફળ થઈ શકાય છે. સાથે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર લેવી જોઈએ જેથી રોગને અટકાવી શકાય.
આ પણ વાંચો Vadodara News: બાબુજી ઝરા ધીરે ચલો...ડામર રોડમાં પગરખા ચોંટી જશે
મચ્છરજન્ય રોગથી કઈ રીતે બચી શકાય : હાલમાં વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારને લઈને મોસ્કીટો બોન્ડ ડીસીસીઝમાં વધારો થવાની વકી છે. આ સમયે શક્ય હોય તો મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો લાંબી બાંયના કપડાં પહેરીને સૂવું જોઈએ. સાથે મચ્છર જાળીનો ઉપયોગ કરવો જોઈએ. આ બાબતો ખાસ ધ્યાન રાખવાથી થતા રોગ કે ફિવરને અટકાવી શકાય છે.
કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યાં છે હાલમાં 45 દર્દીઓ સારવાર હેઠળ : વાતાવરણમાં એકાએક ફેરફાર અને સામાન્ય રીતે હોળી બાદ બીમારીનો ભરડો જોવા મળતો હોય છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોવાથી શરદી, કફ, ઉધરસ જેવા લક્ષણો મોટાભાગના લોકોમાં જોવા મળતા હોય છે. હાલમાં કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે રોજના 100 થી 150 દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે. ઇન્ડોરમાં હાલમાં 50 બેડની સુવિધા છે. જેમાં 45 જેટલા દર્દીઓ દાખલ છે જે સારવાર હેઠળ છે.
આ પણ વાંચો Summer Season: કાળઝાળ ગરમીમાં હૈયાને ઠંડક આપતા શેરડીનો રસ છે અક્સીર, આવા મસ્ત છે ફાયદા
વાયરલ ફિવરના લક્ષણો: હાલમાં જોવા મળી રહેલા વાયરલ ફિવરના કેસોમાં મુખ્યત્વે શરદી,ખાંસી ,તાવ, પેટનો દુખાવો ક્યારેક ઝાડા ઉલટી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. દર્દીને તપાસ કરવામાં આવે છે ત્યારે તેના રિપોર્ટ નોર્મલ આવતા હોય છે. પરંતુ તેનો સીઆરપી લેવલ થોડો હાઈ આવતો હોય છે. આવા દર્દીઓને જેવા લક્ષણો હોય છે તે પ્રમાણે સારવાર આપવામાં આવતી હોય છે અને મોટાભાગના દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જતા હોય છે.