વડોદરા : દેશમાંથી 17 અને ગુજરાતમાંથી 4 કિકબોક્સિંગ ખેલાડી તુર્કીયેના ઇસ્તંબુલ ખાતે ધ તૂર્કિશ ઓપન વાકો વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે આજે વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા છે. તુર્કીયેની રાજધાની ઇસ્તંબુલમાં આગામી 18થી 21 મે દરમિયાન યોજાનાર આ વર્લ્ડ કપમાં ગુજરાતમાંથી માત્ર 4 ખેલાડીઓની પસંદગી થઈ છે. જે તમામ વડોદરાના છે.
કોણ છે ખેલાડીઓધ તૂર્કિશ ઓપન વાકો વર્લ્ડ કપ2023માં પસંદગી પામનારા કિકબોક્સિંગ ખેલાડીઓમાં આકાશ ચવાણ( 79kg કેટેગરી), અભિજીતસિંહ સોલંકી(74 kg કેટેગરી), ઇશિતા ગાંધી( 65kg કેટરગરી) અને પાવની દયાલ(50-55kg કેટેગરી)નો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચારેય ખેલાડીઓ વડોદરાથી ટ્રેન મારફતે મુંબઇ જવા નીકળ્યા છે અને મુંબઇથી ફ્લાઇટમાં ઇસ્તંબુલ પહોંચી આ સ્પર્ધામાં ભાગ લેશે.
કિકબોક્સિંગમાં 50-55 kg કેટેગરીમાં ભાગ લેવા અમે ઇસ્તંબુલ વર્લ્ડ કપ રમવા માટે જઇ રહ્યા છીએ. ઇન્ટરનેશનલ રમવા માટે જઈ રહ્યા છે ત્યારે તૈયારી તો ખૂબ સારી કરી છે. દિવસમાં 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરી હતી. અલગ અલગ સેશન રહ્યા છે તે રીતે ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારી તૈયારી કરી છે. અમારું બેસ્ટ પર્ફોમન્સ આ ઇન્ટરનેશનલ લેવલે આપીશું તેવી આશા છે... પાવની દયાલ (કિકબોક્સિંગ ખેલાડી)
ગોલ્ડ લાવીશું : અન્ય 79kg કેટેગરીમાં ભાગ લેવા જઈ રહેલા આકાશ ચવાણેે જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા જઇ રહ્યા છીએ. આ વર્લ્ડ કપમાં અમે ઇન્ડિયા માટે રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ. તૈયારી ખૂબ જ સારી કરી છે અને ખુશી પણ ખૂબ છે કારણ કે એક વર્લ્ડ લેવલની ઇવેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યા છે. દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાની આશા છે.
તુર્કીયેની રાજધાની ઇસ્તંબુલ ખાતે યોજાનાર તૂર્કિશ ઓપન વર્લ્ડકપ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત તરફથી 17 ખેલાડી રમવા જઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 4 ખેલાડી વડોદરાના છે તે જઈ રહ્યા છે. આવનાર વર્લ્ડ કપમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરશે...સિદ્ધાર્થ ભાલેઘરે (કોચ)
આત્મવિશ્વાસથી સભર ખેલાડીઓ સારી પ્રેકટિસને લઇને આત્મવિશ્વાશ જતાવતાં કિકબોકસિંગ ખેલાડીઓ આજે વડોદરા રેલવે સ્ટેશનથી મુંબઈ જવાના છે. મુંબઇથી ત્યાંથી ફ્લાઇટ મારફતે ઇસ્તંબુલ જશે. તેઓએ કરેલી રોજની 3 થી 4 કલાકની પ્રેક્ટિસ ફક્ત આ ટુર્નામેન્ટને ધ્યાને લઇને જ નહીં પરંતુ આવનાર કોમ્પિટિશનમાં ભાગ લેવાના હેતુથી કરી છે. ધ તૂર્કિશ ઓપન વાકો વર્લ્ડ કપ 2023માં જઇ રહેલા ઘણા ખેલાડી એવા છે કે જેમણે પહેલાં પણ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલો છે અને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે.
- નાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ, જાણો કોણ છે આ છોકરી...
- National Kick Boxing Championshipમાં વડોદરાના ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ
- વડોદરાની 17 વર્ષીય ડીંકલ લાઈટ કોન્ટેકટ કિક બોક્સિંગ પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ