ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત - એસએસજી હોસ્પિટલ

વડોદરા એસએસજી હોસ્પિટલમાં આવતાં દર્દીઓના સ્વજનો માટે મોટી સુવિધા ઊભી થઇ છે. જ્યાં 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્રામ સદનનું લોકાર્પણ થયું છે. વિશ્રામ સદનમાં 6 માળમાં 55 રૂમ ઉપલબ્ધ બન્યાં છે અને તેમાં એકસાથે 235 લોકો રહી શકશે અને જમી શકશે.

Vadodara News :   એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત
Vadodara News : એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત

By

Published : Apr 17, 2023, 3:33 PM IST

વિશ્રામ સદનમાં 6 માળમાં 55 રૂમ ઉપલબ્ધ બન્યાં

વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. જેમની સાથે તેમના સ્વજન પણ હોય છે. ત્યારે તેઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુથી રુપિયા 15 કરોડના ખર્ચે વિશ્રામ સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે તેનું કેન્દ્રીય ઉર્જાપ્રધાન આર કે સિંઘ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશ્રામ સદનમાં 6 માળ બનાવાયાં છે અને તેમાં 55 રૂમ છે જ્યાં દર્દીના સ્વજનો રોકાઇ શકશે. સાથે અહીં એકસાથે 235 જમી પણ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.

હોટલ જેવી સુવિધા : એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં જ્યાં ઉત્તર પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવદમણમાંથી દરરોજ 5000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમના સ્વજનોના રહેવા અને જમવા માટે સંકુલમાં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ છે. જોકે વધુ પૂરતી અને વધુ સગવડ ઊભી કરવા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે વિશ્રામ સદનનો પ્રારંભ થયો છે. વિ8ામ સદનમાં દર્દીઓની વિવિધ સુવિધાઓમાં તો વધારો કરવા સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ વિશ્રામ સદનમાં ગુજરાતમાં એક પણ સરકારી હોસ્પિટલમાં સુવિધા નહીં હોય એ પ્રકારની હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો Sayaji Hospital Vadodara: ઑક્સિજન સિલિન્ડર સાથે સીડી ચઢવાનો વારો આવ્યો, પેશન્ટ પરેશાન

સગાસંબંધીઓ માટે સુવિધા : આ તકે જણાવાયું હતું કે ભૂપેન્દ્ર પટેલની ટીમ ગુજરાત સરકાર ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદોની સેવા માટે સતત પ્રયત્નશીલ છે. જે માટે અનેક યોજનાઓ થકી છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ સાથે જન સુખાકારીમાં મહત્તમ વધારો કરી રહી છે. સરકારની હોસ્પિટલો ખાનગી હોસ્પિટલને ટક્કર આપે તેવી સુવિધા આપવા સાથે દર્દીઓ સાથે દૂર-દૂરથી આવતા તેમના સંબંધીઓ માટે પણ રહેવા જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

વર્ચ્યુઅલ લોકાર્પણ : નવનિર્મિત વિશ્રામ સદન માટે અંદાજે 15 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્રામ સદનનું કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર કે સિંઘ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ સાથે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ ,મેયર નીલેશ રાઠોડ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર કે સિંઘ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

સરકારી હોસ્પિટલમાં વીઆઇપી સુવિધા : સયાજી ગાયકવાદ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સ્વજનોના રોકાણ અર્થે પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા CSR હેઠળ અંદાજીત રૂપિયા 15 કરોડના ખર્ચે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટું 'વિશ્રામ સદન' બનાવવામાં આવ્યું છે. આ વિશ્રામ સદનના 6 માળનાં બિલ્ડિંગમાં 235 લોકો રહી શકે એવા 55 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર એક વીઆઈપી રૂમ બનાવાવમાં આવ્યો છે. જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ આજથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળવા જઈ રહ્યો છે.

દીપક ફાઉન્ડેશન સાથે એમઓયુ : વિશ્રામ સદનની 4200થી વધુ સ્ક્વેરમીટર જગ્યામાં ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે દીપક ફાઉન્ડેશન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. પહેલા માળે 66 માણસો જમી શકે તેવો સરસ ડાઈનિંગ હોલ છે. દરેક ફ્લોર પર એક વીઆઈપી રૂમ છે જેમાં બે બેડ સાથે સોફા પણ છે. ડોરમેટ્રી કેટેગરીની એક રૂમમાં 4 બેડ છે જેમાં લોકર, કબાટ તેમજ બાલ્કની સહિતની સુવિધા છે. પ્રત્યેક માળમાં દિવ્યાંગો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી માટે આરઓ સાથે વોટર કૂલર લોકર લોન્ડ્રી રિસેપ્શન સેન્ટર ફાયર સેફ્ટી લિફ્ટ જનરેટર સર્વિસ કાઉન્ટર હેલ્પ ડેસ્ક સહિત 15 કલાક સુરક્ષા માટે કેબિન તેમજ દરેક માળ પર ડિજિટલ સાઈન બોર્ડની સુવિધાઓ છે. દર્દીના સ્વજનના એક સભ્ય દીઠ 1 દિવસના 75 રૂપિયા ચાર્જ અને એક અઠવાડિયા પેટે 10 ટકા ભાવ વધારી સુવિધા પૂરી પાડવામાં આવશે. પરિવાર સાથે રહેવા માટે 125 રૂપિયાથી 150 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો Surat Hospital News : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં સ્લેપના પોપડા પડવાથી મચી ભાગદોડ

દર્દીનો કોઈ પણ સંબંધી રહી શકે છે : વિશ્રામ સદનમાં રહેવા માટે દર્દીના સગાં માટેની કોઈ મર્યાદા કે શરતો નથી. આવકની મર્યાદા વડોદરા શહેરની બહારથી જ આવેલા હોવા જોઈએ તેવી કોઈ પણ પ્રકારની શરતો કે મર્યાદા રાખવામાં આવી નથી. કોઈ પણ વ્યક્તિ કે જે દર્દીના સંબંધી છે તેઓ અહીં આરામથી કોઈ પણ પ્રકારની અગવડતા અને હેરાનગતિ વગર રહી શકે છે.

ખૂબ મોટું યોગદાન મળ્યું: આ પ્રસંગે સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે શહેરની સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લા અને રાજ્યના દર્દીઓ પોતાના પરિવારના સભ્યનો ઈલાજ કરાવવા માટે આવતા હોય છે. ત્યારે દર્દીના સ્વજનોને રહેવા અને જમવાની સાથે સૂવાની સારી વ્યવસ્થા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે સયાજી હોસ્પિટલમાં સાંસદ ગ્રાન્ટમાંથી વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 50 લાખની કિંમતના વિવિધ સાધનો પણ આજે આપવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details