ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 7:59 PM IST

ETV Bharat / state

Vadodara News : ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરે નવા ટ્રસ્ટીઓએ ગેરકાયદે સિક્યુરિટી મૂકી દેતા તંગદિલી વ્યાપી

વડોદરા જિલ્લાના કરનાળી કુબેરેશ્વર મહાદેવના જૂના નવા ટ્ર્સ્ટીઓનો વિવાદ સપાટી પર આવ્યો છે. કોર્ટના હુકમ છતાં નવા ટ્ર્સ્ટીઓ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવતાં ભારે વિવાદ સામે આવ્યો છે.

Vadodara News : ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરે નવા ટ્રસ્ટીઓએ ગેરકાયદે સિક્યુરિટી મૂકી દેતા તંગદિલી વ્યાપી
Vadodara News : ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરે નવા ટ્રસ્ટીઓએ ગેરકાયદે સિક્યુરિટી મૂકી દેતા તંગદિલી વ્યાપી

ભારે વિવાદ સામે આવ્યો

વડોદરા : ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગ તરીકે જાણીતું કરનાળીના કુબેરેશ્વર મહાદેવનો અનેરો મહિમા ધરાવે છે. ત્યારે પવિત્ર નમૅદા નદી કિનારે આવેલ શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટ નંબર એ/ 686 વડોદરાથી નોંધાયેલ ટ્રસ્ટ જેનો વિવાદ સંયુક્ત ચેરીટેબલ કમિશનર કચેરીમાં કેટલાય સમયથી ચાલી રહ્યો હતો તેમાં વધુ એક ભડકો જોવા મળ્યો હતો.

ગેરકાયદે સિક્યુરિટી ગોઠવી દેવાતા ભારે હોબાળો : 13/09/2023ના રોજના ચૂકાદામાં 4 નવા ટ્રસ્ટી ઉમેરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાર ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટ ઉપર કબજો જમાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો જેને લઇને મોટો વિવાદ સર્જાયો હતો. નવા ટ્રસ્ટીઓ ઉપર કોર્ટે 25 ઓક્ટોબર સુધી મનાઈ હુકમ આપ્યો હતો. જે મનાઈહુકમ તારીખ 1 નવેમ્બર સુધી લંબાવ્યો હતો. છતાં નવા ટ્રસ્ટીઓએ ગેરકાયદે સિક્યુરિટી ગોઠવી દેવાતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

ચેરિટી કમિશનર દ્વારા ચાર નવા ટ્રસ્ટી પરીન્દુ ભગત, ભરતભાઈ ભગત, દિનેશગીરી અને નંદગીરીની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ નવા ટ્રસ્ટીઓની માત્ર નિમણૂક થઈ છે. પરંતુ મિલકતો ઉપર કબજો કરવાની સત્તા આપી નથી. પરંતુ આ ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના રૂમો ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદોદ પોલીસ મથકમાં જાણ કરી છે...નિરંજનભાઈ વૈદ ( ટ્રસ્ટી )

મિલકતસંબંધી વિવાદને લઈને ટ્રસ્ટી મંડળમાં ભાંગફોડ : મળતી માહિતી મુજબ કુબેરેશ્વર અને સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટીઓએ આજુબાજુની કેટલીક જમીનમાંથી ભક્તો માટે ભંડારાની જગ્યા,પાર્કિંગની વ્યવસ્થા અને રસ્તો બનાવવા નિજ મંદિર પરિસરમાં વિસ્તૃતિકરણ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. પરિસરના વિસ્તૃતિકરણ માટે નિરંજની અખાડાને મળેલી દાનની જમીનમાંથી રસ્તો બનાવવા માટે કરાર કરવામાં આવ્યો અને તે જમીનના નાણાં પણ ચૂકવવામાં આવ્યા હતાં. ત્યારબાદ બંને ટ્રસ્ટ વચ્ચે મિલકત અંગેનો વિવાદ છેલ્લા કેટલાય વર્ષોથી ઉદ્ભવ્યો હતો. જેને લઇને ટ્રસ્ટી મંડળમાં અંદરો અંદર વિશ્વાસ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી આ મિલકત બાબતનો વિવાદ આ કુબેરેશ્વર અને સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં પેસી ગયો હતો. આ ટ્રસ્ટના વિવાદને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને આવા વિવાદોના કારણે કેટલીકવાર ભક્તોની આસ્થા પણ ગુમાવવાનો વારો આવે છે.

ફરજ ઉપરથી કર્મચારીઓને વિમુક્ત કરાયાં : જાણવા મળતી માહિતી મુજબ વહેલી સવારે એકાએક બે ટ્રસ્ટીઓ મંદિરમાં ફરજ બજાવતા ભેટ પાવતી બનાવનાર બે કર્મચારીઓને એકાએક ઉઠાડી ફરજ ઉપરથી મુક્ત કરી દેતા અને નવા ટ્રસ્ટીઓના નવા બે કર્મચારીઓને ફરજ ઉપર લેવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે ચેરીટેબલ કમિશનર દ્વારા ચાર નવનિયુક્ત ટ્રસ્ટીઓ અપીલ કરતાં તેઓને 25 ઓક્ટોબર 2023 સુધી મનાઈ હુકમ આપ્યો છે અને તે મનાઈ હુકમને તારીખ 1 નવેમ્બર સુધી લંબાવી દેતા નવનિયુક્ત ટ્રસ્ટીઓ નિયમ વિરુદ્ધ કોઈ પગલા ભરી શકે નહીં. પરંતુ આ નવનિયુક્ત ટ્રસ્ટીઓ કોઈકના પ્રેશરમાં આવીને બે કર્મચારીઓને ફરજ ઉપરથી વિમુક્ત કર્યા હતાં.જેથી તેઓએ સરકારી ધારાધોરણ મુજબ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું દેખાઈ આવ્યું હતું.

સરકારી જગ્યા ઉપર કબજો જમાવ્યો : જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના કરનાળી ખાતે કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટને ગાયકવાડીના સમયથી સોંપવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન કેટલાક સાધુ સંતોને આ ટ્રસ્ટની આજુબાજુની જમીનો તેઓને તિલકવાડાના ઠાકોરે જીવન નિર્વાહ કરવા માટે આપતાં તે જમીનો ચેરીટેબલ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ભાડાપટ્ટે આ પરપ્રાંતીય સાધુસંતોને આપતા તેમજ આ જમીનોમાં ગેરકાયદે શોપિંગ અને દુકાનો બનાવી વેપાર ધંધો શરૂ કરી દીધો છે. પરંતુ તે જમીનનો મુખ્ય ઉદ્દેશ સાધુ સંતોને જીવન નિર્વાહ માટે આપ્યો તે જીવન નિર્વાહના સ્થાને વેપારમાં ઉપયોગ થવા લાગ્યો જેથી તેનો હેતુફેર થઈ ગયો હતો અને આ જમીન વિવાદ વધુ વકર્યો હતો. જે સ્થળ વેપારનું મોટું મથક થઈ જવા પામ્યું છે.

ટ્રસ્ટીઓ દ્વારા ચાંદોદ પોલીસને જાણ : મંદિરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ટ્રસ્ટી મંડળના વિવાદને લઈને નવનિયુક્ત ચાર ટ્રસ્ટીઓએ ચાંદોદ પોલીસ મથકમાં જાણ કરી. જેથી ભક્તોને દર્શનાર્થે કોઈ તકલીફ પડે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

  1. સરકાર દ્વારા ચાંદોદના મોટા પ્રોજેકટને લીલીઝંડી મળી, નર્મદા નદી કાંઠા વિસ્તારનો થશે વિકાસ
  2. Kuber Bhandari Temple : ડભોઇના કુબેર ભંડારી મંદિરનું અનેરું મહત્વ, શ્રાવણ માસની અમાસે ભક્તોનું ઘોડાપૂર

ABOUT THE AUTHOR

...view details