ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : 15 દિવસમાં લૂ લાગવાના અધધ કોલ, આકાશી અગનવર્ષા વચ્ચે વડોદરા 108ની દોડધામ વધી - લૂ

વડોદરામાં પણ આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. લૂ લાગવાના રોજના 50 કેસ સામે આવતાં 108 ઇમરજન્સી વિભાગે અપીલ કરી છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો. સાથે લૂ લાગવાના લક્ષણો અને બચવા શું કરવું જોઈએ તે વિશે નિષ્ણાત ડોક્ટરની ટિપ્સ જૂઓ.

Vadodara News :  15 દિવસમાં લૂ લાગવાના અધધ કોલ, આકાશી અગનવર્ષા વચ્ચે વડોદરા 108ની દોડધામ વધી
Vadodara News : 15 દિવસમાં લૂ લાગવાના અધધ કોલ, આકાશી અગનવર્ષા વચ્ચે વડોદરા 108ની દોડધામ વધી

By

Published : May 16, 2023, 6:04 PM IST

પંદર દિવસમાં કુલ 532 કેસ

વડોદરા : ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ 108 ઇમરજન્સી વિભાગને ચડતી સંખ્યામાં ઇમરજન્સી કોલ મળી રહ્યા છે. વડોદરા શહેરમાં હાલમાં તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરા 108ને છેલ્લા પંદર દિવસમાં 108 ઇમરજન્સી વિભાગને કુલ 532 કેસ મળ્યાં છે. જેમાં પેટમાં દુખાવો, માથામાં દુખાવો, તાવ આવવો, ચક્કર આવવા અને લૂ લાગવી જેવા કેસનો સમાવેશ થાય છે. ઇમરજન્સીને પહોંચી વળવા હાલમાં શહેર અને જિલ્લામાં થઇને કુલ 42 ટીમ કાર્યરત છે. રોજબરોજ 50 કેસનો વધારો જોવા મળી રહ્યો છે.

15 દિવસમાં 500થી વધુ કેસ : આ અંગે માહિતી આપતા વડોદરાના 108 ઇમરજન્સી વિભાગ અધિકારીના જણાવ્યાં અનુસાર વડોદરા જિલ્લા અને શહેર ગરમીનું પ્રમાણ વધવાના કારણે છેલ્લા પંદર દિવસમાં 500થી વધુ કેસ માટેના કોલ વડોદરા 108ની ઇમરજન્સી વિભાગમાં રણક્યાં છે. આ તમામ દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવામા આવ્યા છે. ગરમીના કારણે માથાના દુખાવા, લૂ લાગવાના, બેભાન થવાના કેસોમાં ગંભીરતા પ્રમાણે દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

અમારી એમ્બ્યુલન્સમાં ઓઆરએસ ગ્લુકોઝ પાવડર, આર.એલ અને એન એસ ઉપલબ્ધ છે. તેના ઓનલાઈન કન્સલ્ટના આધારે આપવામાં આવે છે. સાથે અપીલ કરીએ છીએ કે લોકોએ કામ સિવાય બહાર 12થી 6 વાગ્યા સુધી ન નીકળવું જોઈએ અને જરૂરી કામ હોય તો છત્રી લઈને નીકળવું જોઈએ. જીતેન્દ્ર ત્રિપાઠી (ઇન્ચાર્જ, 108 ઇમરજન્સી વિભાગ)

લૂ લાગવાના લક્ષણ : આ અંગે નિષ્ણાત ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે હિટસ્ટ્રોક, સનસ્ટ્રોક કે ગુજરાતીમાં લૂ લાગવી કહીએ છીએ તેના કેસો વધતા હોય છે. તો આ કેસમાં ખાસ કરીને ખૂબ ગરમીમાં કામ કરવામાં આવે, વ્યાયામ કરવામાં આવે અથવા ગરમી વધે ત્યારે આપણને લૂ લાગે છે. જેમાં શરીરના તાપમાનમાં અંશતઃ ખૂબ વધારો થતો હોય છે, એટલે કે 104 ફેરનહિટ પર પહોંચી જાય છે. સાથે પલ્સ વધે છે, માઈન્ડ કન્ફ્યુઝન થઈ જાય છે અને ચામડી એકદમ ગરમ થઇ જાય છે તે લૂ લાગવાના લક્ષણો છે.

લૂ લાગતા સૌપ્રથમ 108ને કોલ કરવો જોઈએ. સારવાર મળે તે પૂર્વે દર્દીને ઠંડકમાં લઈ જવો જોઈએ અને એસી કે કૂલર સામે રાખી કપડાં ઢીલા કરવા જોઈએ. ઠંડા પાણીના પોતા મૂકવા જોઈએ. ત્યારબાદ વધુ સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ... રાજેશ શાહ (ડોક્ટર)

લૂથી બચાવ માટે શું કરવું: લૂ ન લાગે તે માટે ખાસ કરીને કામ સિવાય બપોરના સમયે બાળકો, ઉંમરલાયક લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ. ખૂબ વધારે પાણી પીવું જોઈએ. નશાયુક્ત પીણાંનું સેવન ન કરવું જોઈએ. બપોરના સમયે કોઈ હેવી વ્યાયામ ન કરવો જોઈએ. ખાસ કરીને નાના બાળકો માટે વિશેષ કાળજી લેવી જોઈએ. ગરમીમાં ખાસ કરીને લીંબુ કે ઓઆરએસ લેવું જેથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. સાથે ખાટાં ફળોનો ઉપયોગ કરવો જોઈએ.

  1. Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?
  2. Kutch News: ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું, જાણો
  3. Gujarat weather: આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, કોર્પોરેશને તૈયાર કર્યો એક્શન પ્લાન

ABOUT THE AUTHOR

...view details