ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: પાકિસ્તાનની જેલમાં બંધ 184 માછીમારો ભારત પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો માર મારતા - Vadodara Raghavji patel

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા માછીમારીનો પાકિસ્તાન ઓથોરિટી એ મુક્ત કરતા માછીમારોએ વતનની વાટ પકડી હતી. આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશને પહોંચતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા છે.

Etv BharatVadodara News: કરાચી જેલમાં બંધ 182 માછીમારો પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો પણ માર મારતા
Etv BharatVadodara News: કરાચી જેલમાં બંધ 182 માછીમારો પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો પણ માર મારતા

By

Published : May 15, 2023, 9:17 AM IST

Updated : May 15, 2023, 11:48 AM IST

Vadodara News: કરાચી જેલમાં બંધ 184 માછીમારો પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો પણ માર મારતા

વડોદરાઃમાછીમારી કરતા કરતા ક્યારેક પાકિસ્તાનની જળસીમામાં જઈ ચડતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન પકડીને જેલમાં બંધ કરી દે છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા માછીમારોને મુક્ત કરવામાં આવતા એમના પરિવારમાં ખુશી અનુભવાઈ હતી. જેલમાંથી મુક્તિ મળતા આ માછીમારો હવે પોતના પરિવારજનો સુધી પહોંચશે. વડોદરા પહોંચેલા માછીમારોને આવકારવા કૃષિ પ્રધાન રાધવજી પટેલ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

100થી વધું માછીમાર પરતઃપાકિસ્તાનની કરાચી જેલમાં ખૂબ લાંબા સમયથી બંધ ગુજરાતના 184 માછીમારો ગુજરાત આવી પહોંચ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્રધાન રાઘવજી પટેલે એમનું સ્વાગત કર્યું હતું. માછીમારોએ જણાવ્યું હતું કે, જેલ તો જેલ હોય છે. જેલમાં ઘણી મુશ્કેલીઓ પડી છે. રાજ્ય અને ભારત સરકારના પ્રયાસોથી જે માછીમારો પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ હતા. તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારોના રહેવાસી હતા.

વતનમાં રવાના કરાયાઃગુજરાતના 184 માછીમારોને લઈ અમૃતસરથી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી હતી. તેઓના સ્વાગત માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાજ્ય સરકારના સચિવ ભીમજીયાની, મત્સ્યઉદ્યોગ નિયામક નીતિન સાંઘવાન માછીમારોને આવકારી સ્વાગત કર્યું હતું. માછીમારોને બસ મારફતે પોતાના વતન વેરાવળ જવા રવાના કરવામાં આવ્યા હતા. માછીમારોએ રેલવે સ્ટેશન પર આવીને પોતાની વ્યથા પણ ઠાલવી હતી.

શું બોલ્યા પ્રધાનઃઆજે ગુજરાતના 184 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી આજે મુક્ત કરવામાં આવ્યા છે. પંજાબની વાઘા બોડરથી એમને ભારતમાં એન્ટ્રી મળી હતી. પછી ટ્રેનથી વડોદરા પહોંચ્યા હતા. ગુજરાતના 184, આંદ્રપ્રદેશ ,ગોવા ,દિવના તમામ માછીમારોની મુક્તિ થઈ છે. મુક્ત થયેલા માછીમારોની વ્યથા પણ સાંભળવા જેવી છે.

અમે આપણી જળસીમાની પાર હતા. અચાનક પાણીના માહોલથી અંદર ગયા હતા. પાકિસ્તાનના જવાનો દ્વારા અમને પકડી લેવામાં આવ્યા હતા અને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ જેલમાં બંધ હતા. ગત 11 તારીખે મુક્ત કર્યા હતા. આજે અમે ઘરે જઈ રહ્યા છીએ. ખૂબ ખુશીથી ઘરે જઈ રહ્યા છીએ. જેલમાં અમને તફલીક તો પડતી જ હોય છે, જમવાનું સમયસર ન મળે ના મળે તેવું હતું.---કાંતિભાઈ મકવાણા (મુક્ત થનાર માછીમાર)

રાહતના શ્વાસઃસામાન્ય રીતે જ્યારે કોઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય એવા સમયે પાકિસ્તાન ઓથોરિટી આ રીતે માછીમારોને મુક્ત કરતી હોય છે. પરંતુ, ભારત તેમજ રાજ્ય સરકારના સહિયાના પ્રયાસથી આ વસ્તુ શક્ય બની છે. જ્યારે આ તમામ માછીમારો ભારતમાં આવ્યા એ સમયે પણ પૂરતી સુરક્ષા સાથે એમને વતન બાજું રવાના કરવામાં આવ્યા છે. આ મુદ્દે માછીમારી કરતા લાખાભાઈ પણ મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી.

કોડીનાર તાલુકાનો ગીર સોમનાથનો છું. અમે સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા ત્યાં કોઈ દીવાલ હોતી નથી. પાણીના કરંટ થી કે ભરતીના કારણે અમે જળસીમા પાર કરી ગયા હતા. પાકિસ્તાનના કોસ્ટ ગાર્ડે અમને પકડી લીધા હતા. અમને 4 વર્ષથી કરાંચીની જેલમાં બંધ હતા. અમે હવે છૂટ્યા છીએ. પાકિસ્તાનની જેલમાં રહેવું ખૂબ મુશ્કેલ હતું. જે મળે તે જમીલેવુ પડે આપણું વર્તન સારું ન હોય તો માર પડતો. રૂમમાંથી પણ ન નીકળવા દે તેવી પરિસ્થિતિ હોય છે. ---લખાભાઈ (માછીમાર)

સૌથી વધારે ગીર સોમનાથનાઃજે માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે એમાં સૌથી વધારે માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. એ પછી દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ક્ચ્છ, વલસાડ અને નવસારીના માછીમારો છે. ખલાસીઓની વિગત મત્સ્યઉદ્યોગ વિભાગ તરફથી મેળવીને ડેટા એકઠો કરાયો હતો. એ પછી એમને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સુધી વિગત પહોંચાડવામાં આવી હતી. એ પછી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પ્રયાસ બાદ પાકિસ્તાન ઓથોરિટી સાથે વાર્તાલાપ થયો અને આ માછીમારો મુક્ત થયા હતા.

1) માછીમારોને આકર્ષવા કૉંગ્રેસે જાહેર કરી 14 ગેરન્ટી

2) પાક.ની નાપાક હરકત, દેવલાભ નામની બોટ પર કર્યું ફાયરિંગ: ખલાસી ઈજાગ્રસ્ત

Last Updated : May 15, 2023, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details