વડોદરા :વડોદરા હરણી સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ કરવા આવેલા શાળાના બાળકો ભરી બોટ ઉંધી પડતા બાળકો ડૂબ્યાં હોવાની ગમખ્વાર ઘટના સામે આવી છે. સાજના લગભગ સાડાચાર કલાકની આ ઘટનાની જાણકારી મળતાં વડોદરા કોર્પોરેશન, ફાયર વિભાદ સહિતના વહીવટી તંત્રના ધાડેધાડાં હરણી તળાવ પહોંચી ગયાં છે. તળાવના પાણીમાં બાળકોની શોધખોળ કરી બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થઇ ચૂક્યાં છે.
મળી રહેલી પ્રાથમિક માહિતી :આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ન્યૂ સનરાઇઝ શાળાના બાળકો અને શિક્ષકો પિકનિક માટે અહીં ફરવા આવ્યાં હતાં. ત્યારે તળાવમાં બોટિંગ કરવા માટે ગયાં હતાં. બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો હોવાના આંકડા સામે આવ્યાં છે. આ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઇ રહી છે. શાળા સંચાલકોએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે 14 બાળકો અને એક શિક્ષકનું મોત નીપજ્યું હોવાના ખબર સામે આવી રહ્યાં છે. ઘટનાને લઇને ધારાસભ્ય કેયૂર રોકડિયાએ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
પ્રાથમિક ધોરણે માહિતી : જ્યારે સત્તાવાર ધોરણે 12 બાળકોના મોત થયાં હોવાની જાહેરાત થઇ છે. જ્યારે હજુ પણ 6-7 લોકોની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનામાં કેટલા મોત થયાં છે તેની સત્તાવાર માહિતી અને અન્યો દ્વારા અપાયેલી માહિતીમાં તફાવત હાલના ધોરણે હોઇ શકે છે તે ખાસ ઉલ્લેખનીય છે.
શોધખોળની કામગીરી ચાલુ :બોટિંગ દરમિયાન બોટ પલટી જવાના મામલાને લઇને મળતી વિગતો પ્રમાણે બોટની ક્ષમતા 14 વ્યકિતની છે ત્યારે તેમાં 23 બાળકો અને ચાર શિક્ષકોનો સમાવેશ કરવા પર સવાલ પેદા થઇ રહ્યો છે. બોટિંગ માટે જઇ રહેલા બાળકોમાંથી 11ને લાઇફ જેકેટ પહેરાવાયાં હતાં ત્યારે બાકીના બાળકોને જીવના જોખમે બોટમાં બેસાડી દેવાયાનું ફલિત થઇ રહ્યું છે. રેસ્ક્યૂ વર્ક દરમિયાન તાજા સમાચાર પ્રમાણે 11 બાળકોને બચાવી લેવાયાં છે. જ્યારે એક બાળકનું મોત થયું છે અને એક બાળકને એસએસજી હોસ્પિટલ સહિત કુલ ત્રણ હોસ્પિટલમાં લઇ જવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એનડીઆરએફની ટીમ દોડી આવી :ઘટનાને લઇને શાળાના બાળકોના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં પણ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. હાલમાં પણ પાણીમાં ગુમ બાળકો અને શિક્ષકોની શોધખોળની કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફની ટીમ પણ આ કાર્યમાં લાગી ગઇ છે.
ઓવર લોડીંગ સીટીંગ કરવામાં આવ્યું :જાણવા મળતી માહિતી મુજબ શાળાના બાળકોને હરણી ખાતે સ્થિત લેક ઝોન ખાતે પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતાં તે સમય દરમિયાન 16ની કેપેસિટીવાળી બોટમાં 25 જેટલા બાળકોને બેસાડવામાં આવ્યાં હતા, જેના કારણે આ દુર્ઘટના બની હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં શોધખોળ કરતા સાતથી આઠ બાળકોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. જ્યારે અન્યની બાળકોને સારવાર સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કુલ 6 જેટલાને સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા. જેમાં 2 શિક્ષકો અને અન્ય બાળકો હતાં.
- Muzaffarpur Boat capsized: બોટ અકસ્માતનો વીડિયો સામે આવ્યો, પાણીના પ્રવાહમાં તણાઈ ગયા બાળકો
- Uttar Pradesh: કેન નદીમાં બોટ પલટી અને 8 લોકો ડૂબવા લાગ્યા, જુઓ વીડિયો