ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વડોદરાના પોર પાસે બસ, આઇસર અને ટ્રેલર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો

વડોદરા જિલ્લાના પોર પાસે સમી સાંજે બસ, આઇસર અને ટ્રેલર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. જેઓને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Vadodara News : વડોદરાના પોર પાસે બસ, આઇસર અને ટ્રેલર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો
Vadodara News : વડોદરાના પોર પાસે બસ, આઇસર અને ટ્રેલર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 2:10 PM IST

ઘાયલોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં

વડોદરા : ઉતરાયણ તહેવારને ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો તહેવાર ઉજવવા માટે ભાગદોડ પણ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ વડોદરા જિલ્લાના પોર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપરથી ટ્રેલર ચાલકો અને ભરદારી વાહનો બેફામ રીતે હંકારતા હોય છે તેમજ ઓવર લોડીંગ કરીને હેરાફેરી કરતા હોય છે.જેને કારણે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી બેસે છે. ત્યારે પોર નજીક ટ્રીપલ અકસ્માત થયો હતો.

ત્રિપલ અકસ્માત :જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના પોર પાસે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નેશનલ હાઇવે ઉપર બસ સામે અચાનક ટ્રેલર આવી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયાં હતાં. જેમાંથી 10 મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ ગાયલ મુસાફરીને સારવાર આપવામાં આવી રહી છે. બસ દ્રાઈવર અને મહિલા કંડકટરને પણ ઇજાઓ પોહચી છે. જેમાં મહિલા કંડકટરને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હાલ મળ્યા નથી.

સ્થાનિક રહીશો દોડી આવ્યા : વડોદરા પોર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસ સામે ટ્રેલર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ અને ટ્રેલર બંને જોતાં પલટી મારી હતી. પલટી મારતાં મુસાફરો મુમાબૂમ કરી મૂકી હતી.જેથી આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા કરજણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક કોલ કર્યો હતો.

ટ્રાફિક જામના દ્રશ્યો : સમગ્ર ઘટના બનતા હાઈવે ઉપર 2થી3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. 108 ઘટના સ્થળે આવતા ઘાયલોને વધુ સારવાર માટે વડોદરા ખસેડયા હતા. સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હલ કરીને રોડ ખુલ્લો કરાયો હતો.

નેતાઓ પણ દોડ્યાં :કરજણ નજીક પોર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે ગંભીર અકસ્માતને પગલે કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત શહેર ભાજપના કાઉન્સિલર જાગૃતિ કાકા પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતાં. સમગ્ર મેડીકલ સ્ટાફને તાત્કાલિક સારવાર શરૂ કરવા જણાવ્યું હતું. તેમજ ઘાયલોના પરિવારજનોને હિંમત આપી હતી.

  1. Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત
  2. Vadodara accident : ડભોઇ-સરિતા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, ઈજાગ્રસ્તનો પગ કપાયો

ABOUT THE AUTHOR

...view details