150ફૂટ ઊંચાઈ પર 31 ફૂટ હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત વડોદરા: શહેરમાં આવતા પ્રવસીઓ માટે એક વધુ નવું નજરાણું શહેરના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવની મધ્યમાં 150 ફૂટ ઊંચાઇ પર 31 ફૂટ ઊંચી અને 16 ટન વજનની સ્ટાન્ડર્ડ સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવેલ હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ અગાઉ શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં તળાવમાં 111 ફૂટ ઉંચી શિવજીની સુવર્ણ જડીત પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
પ્રવાસીઓમાં આકર્ષણઃ જે હાલમાં આકર્ષણનું કેન્દ્ર છે અને હવે મહાદેવ તળાવ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં રોચક બાબત એ છે કે, હનુમાનજીની મૂર્તિ સુધી પહોંચવા માટે 150 ફૂટ ઉપર જવા-આવવા માટે બે લિફ્ટ મુકવામાં આવી છે. જેથી હનુમાન ભક્તો દાદાના દર્શન અને ઊંચાઈ પરથી શહેરનો નજારો માણી શકે તેવી વેવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારનું નામ આગળ લાવવાનો પ્રયાસ છે.
Vadodara News: મહાદેવ તળાવમાં 150ફૂટ ઊંચાઈ પર 31 ફૂટ હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત, 4 km સુધી ઘંટ સંભળાશે મંજૂરી લેવાઈ હતીઃઆ અંગે પૂર્વ ધારાસભ્ય અને હનુમાન ભક્ત મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ કામ પૂર્વે અમિત એડયુકેશન ટ્રસ્ટ બનાવી વડોદરા મહાનગરપાલિકામાંથી અને કલેકટરમાંથી કન્સ્ટ્રક્શન બાબતે મંજૂરી લેવામાં આવી છે. આ કાર્ય શરૂ કરતાં પહેલા બજરંગબલીની મૂર્તિ બનાવવા માટે 5 વર્ષ પૂર્વે ઓડર આપવામાં આવ્યો હતો. આ મૂર્તિ પ્યોર સ્ટાન્ડર્ડ સ્ટીલની છે.
Vadodara News: મહાદેવ તળાવમાં 150ફૂટ ઊંચાઈ પર 31 ફૂટ હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત, 4 km સુધી ઘંટ સંભળાશે મૂર્તિની વિશેષતાઃ જેનું વજન 16 ટન અને કિંમત 1.5 કરોડથી વધુની છે. આ બાંધકામ શરૂઆત કર્યા બાદ માટે અધધધ ખર્ચ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ 31 ફૂટની છે. તેને સ્થાપિત કરવા માટે 150 ફૂટ ઊંચું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જે 12 માળ જેટલું છે. આ વાડી વિસ્તારને ખરાબ એરિયા ગણવામાં આવતો હતો. તેને યોગ્ય નામથી લોકો બોલાવે તે માટે મેં આ સપનું જોયું હતું.
આ મૂર્તિ મુકવાનો વિચાર બાબતે પૂછતાં તેઓએ કહ્યું કે મારો જન્મ અહીં થયો છે. આ તળાવમાં હું તરવૈયો તરીકે ખૂબ તર્યો છું, મારો પ્રથમ નંબર આવતો હતો. અહીંથી જ હું રાજકારણમાં આગળ આવ્યો છું. મારી ઓફીસ પણ અહીં મેં બનાવી છે. જેથી મને એક મનમાં થયું કે અહીં હનુમાનજીની પ્રતિમ સ્થાપિત કરી લોકોના આશીર્વાદ મળે તે માટે અહીં સ્થાપન કરી છે.---મધુ શ્રીવાસ્તવ (પૂર્વ ધારાસભ્ય)
ઘંટનાદ થશેઃતળાવથી150 ફૂટ ઉંચા સ્ટ્રકચર ઉપર 31 ફૂટ ઉંચી સ્ટીલની અને 16 ટન વજનની છે. આ પ્રતિમાના સ્થળે 5 બાય 4ની સાઇઝનો ઘંટ મૂકવામાં આવ્યો છે. જેનો અવાજ 3 થી 4 કિલો મીટર સુધીના વિસ્તારમાં સંભળાશે. આ પ્રતિમાના નિર્માણમાં અત્યાર સુધીમાં 18 કરોડથી વધુનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે અને હજુ 80 ટકા કાર્ય પૂર્ણ થયું છે. આ પ્રોજેકની શરૂઆત 1 એપ્રિલ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિવધ કોર્પોરેશનથી લઈ કલેકટર સુધી મંજૂરી લેવામાં આવી હતી. 16 ટન વજનની સ્ટીલની 31 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટેના જાણીતા સ્ટ્રકચર એન્જિનીયર વિનુભાઇ પટેલ છે અને આર્કીટેક અમીત શ્રીવાસ્તવ છે.
રામની પ્રતીમા મૂકાશેઃ જ્યારે કન્સ્ટ્રક્શનની કામગીરી રૂકમણી કન્સ્ટ્રક્શનના કૌશલ પટેલે કરી છે. આ પ્રતિમા જાણીતા શિલ્પકાર કેતનભાઇ અમીન અને રૂપેશભાઇ અમીને બનાવી છે. હનુમાનજીની પ્રતિમા ઉપરાંત ગર્ભગૃહમાં પંચમુખી હનુમાન, કાલીકા માતા, ચિત્રગુપ્ત મહારાજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત રામ-સીતા અને લક્ષ્મણની પણ મૂર્તિ મૂકવામાં આવશે. 150 ઉંચાઇ ઉપર જઇને હનુમાનજીના દર્શન કરવા માટે બે લિફ્ટ મૂકવામાં આવી છે. 25-25 માણસોની કેપિસીટી ધરાવતી આ લિફ્ટનું કામ પૂર્ણતાના આરે છે.