વડોદરા: શહેરામાં ચકચારી કરનાર ગેંગરેપ કેસમાં આખેર પીડિતાને આજે ન્યાય મળ્યો. શહેરના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં (Vadodara Navlakhi gangrape case)યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની( Accused sentenced to life imprisonment)સજા ફટકારી છે. વડોદરા કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પોસકોની કલમ 6/1 હેઠળ આરોપી દોષિત ઠેરાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા(Fast Track Court Vadodara) બંને આરોપીઓને આજીવન કેદની સજાફટકારવામાં આવી છે. જો કે, 6/1ની કલમમાં ફાંસીની સજાની જોગવાઈ છે. ત્યારે ખાસ સરકારી વકીલે બંને નરાધમોને ફાંસી આપવાની માંગ કરી છે.
બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા
28 નવેમ્બર 2019ના દિવસે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતું. વડોદરાના નવલખી મેદાનમાં (Navlakhi Maidan of Vadodara city)સગીરા તેના મંગેતર સાથે બેઠી હતી તે દરમિયાન બંને આરોપી કિશન માથાસુરિયા અને જશા સોલંકી ત્યાં આવી પહોંચ્યા હતા. આ બંને આરોપીઓએ સગીરાના મંગેતરને માર માર્યો અને ત્યારબાદ સગીરાને ઝાડી-ઝાંખરામાં ઢસડી જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જો કે લાંબો સમય વડોદરા પોલીસ આ કેસમા તપાસ કરી રહી હતી, પણ કંઈ હાથ લાગ્યુ ન હતુ. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડીને વડોદરા પોલીસના હવાલે કર્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપીઓને ફાંસીની સજા આપવા લેખિતમાં રજુઆત કરી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ આજે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો હતો. સ્પોશિયલ કોર્ટના ન્યાયધિશ આરટી પંચાલે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.