- નંદેસરી પાસેથી જંગી માત્રમાં દારૂ જપ્ત કરવામાં આવ્યો
- 6 લાખ ઉપરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો
- પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરા: શહેર નજીક સાકરદા, ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડી હતી. જોકે બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 1.91 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમી આધારે કરી ધરપરડ
નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે તેઓએ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઇ વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જોકે પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તપાસ કરતાં કારમાંથી રૂપિયા 1,91,500 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 57 પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,91,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.