ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 48મા બાળમેળા 'દર્પણ'નું આયોજન - વડોદરા 48માં બાળમેળો 'દર્પણ'નું આયોજન

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજીબાગ ખાતે તારીખ 25 થી 27 જાન્યુઆરી દરમિયાન 48મા બાળમેળા 'દર્પણ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બાળમેળાનું સંચાલન પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકો કરશે.

vadodara
વડોદરા

By

Published : Jan 22, 2020, 11:55 PM IST

વડોદરા : પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગવી ઓળખ અને અનોખી ઓળખ ધરાવતા આકર્ષક ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષ 2020માં તા. 25 થી 27 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ ખાતે 48મા બાળ મેળા 'દર્પણ' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 48મા બાળમેળા 'દર્પણ'નું આયોજન

જેનું સંપૂર્ણ સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકો કરશે. તા. 25 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે સયાજીબાગ બસસ્ટેન્ડ પાસેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી બાળમેળાનો પ્રારંભ કરાવશે. 48માં દર્પણ બાળમેળામાં 31 શૈક્ષણિક પ્રોજેટ્સ,105 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ, 30 જેટલા આનંદ બજારના સ્ટોલ, એડવેન્ચર ઝોન, ફ્લાઈંગ ફોક્ષ, બંજી જમ્પિંગ, બર્મા બ્રિજ, થ્રી ટ્રાયલ હર્ડલ ,ડાયગોનલ રોપલેડર ,ઝોબિંગ, કમાન્ડો નેટ, રિવર ક્રોસિંગ, રોકવોલ કલાઇબિંગ, શોર્યગીત,મુક્ત ડાન્સ, ગરબા, રાસ, રાજસ્થાની નૃત્ય, કઠપૂતળીનો ખેલ, મૂનવોકર, કાર્ટૂન કેરેક્ટર્સ, આ બાળમેળાનું વિશિષ્ટ આકર્ષણ બની રહેશે.

આ સાથે વિસરાઈ ગયેલી રમતો જાહેર જનતાના બાળકો પણ રમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. આ 48માં દર્પણ બાળમેળાના આયોજન અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલે વધુ માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details