વડોદરા:મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું હતું. 28 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે તેઓના ચોખંડી, મહેશ હાડવૈધના ખાંચા ખાતેના નિવાસ સ્થાનેથી નીકળશે.ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા આયોજીત બાળ મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે ચેરમેન બપોરે સુધી મેળામાં હતા.
હાર્ટ એટેક:વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે સાંજે હાર્ટ એટેકના કારણે અવસાન થતાં શિક્ષણ સમિતીના સભ્યો સહિત શહેર ભાજપા અગ્રણીઓ, કાર્યકરો- મિત્રો-સભ્યોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. હિતેષ પટણીના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શહેર ભાજપા અગ્રણીઓ સહિત કાર્યકરો અને મિત્ર તેઓના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણી બપોર સુધી કમાટી બાગમાં ચાલી રહેલા બાળ મેળામાં હાજર હતા બાળ મેળામાં તેઓને પોતાની તબિયત નાદુરસ્ત જણાતા તેઓ ઘરે ગયા હતા. અને આરામ કરીને પરત મેળામાં આવવા સમિતીના સભ્યોને જણાવી ઘરે ગયા હતા. ઘરે ગયા બાદ તેઓ તેમના બહેનના ઘરે ગયા હતા. જ્યાં તેઓને ગભરામણ થતાં પત્નીને હોસ્પિટલ આવવા માટે ફોન કરી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા તેઓનું અવસાન થયું હતું.