ગુજરાત

gujarat

ETV Bharat / state

કાકીએ આરોપ લગાવતા કહ્યું, "રમીઝની માતેએ નફીસાને કહેતી કે, 'નદીમાં કૂદી જા"

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાએ અમદાવાદની આયશાની જેમ સાબરમતી રિવરફ્રન્ટ પર અંતિમ વીડિયો બનાવી વડોદરા આવી આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case)કરી છે. આ બનાવમાં નફીસાની કાકીએ આક્ષેપ કર્યો છે. નફીસા રમીઝને મળવા અમદાવાદ ગઈ ત્યારે રમીઝની માતાએ તેને મેણા ટોણા માર્યા હતા. આ વાત લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી.

રમીઝની માતેએ નફીસાને કહ્યું, નદીમાં કૂદી જા, નફીસાની કાકીએ કહ્યું સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો જોઇને ખૂબ દુઃખ થાય
રમીઝની માતેએ નફીસાને કહ્યું, નદીમાં કૂદી જા, નફીસાની કાકીએ કહ્યું સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો જોઇને ખૂબ દુઃખ થાય

By

Published : Jun 25, 2022, 2:05 PM IST

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાએ પણ અમદાવાદની આયશાની જેમ (Vadodara Nafisha Suicide Case)સાબરમતી રિવરફ્રન્ટ પર અંતિમ વીડિયો બનાવી વડોદરા આવી આત્મહત્યા (Nafisha Suicide Case) કરી છે. આ બનાવમાં નફીસાની કાકી રસીદાબહેન ખોખરે આક્ષેપ કર્યો છે કે જ્યારે નફીસા રમીઝને મળવા અમદાવાદના દાણીલીમડા ગઇ હતી ત્યારે રમીઝની માતાએ તેને કહ્યું હતું કે "તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો કંઇ દેખાતું નથી?" આ સાંભળી લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી.

નફીસા

રમીઝે તરછોડતા આત્મહત્યા કરવા માટે દવા પીધી -નફીસાની કાકી રસીદાબહેન ખોખરે જણાવ્યું હતું કે, નફીસાની માતાનું પાંચ વર્ષ પહેલા જ અવસાન થઇ ચુક્યું છે. જ્યારે પિતા માનસિક રીતે અસ્વસ્થ છે. ગત રમઝાન મહિના પહેલા (Vadodara young woman was betrayed in love)નફીસાએ રમીઝે તરછોડતા આત્મહત્યા કરવા માટે દવા પીધી હતી. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ અંગે રમીઝને અમે ફોન કરી જાણ કરી તો તેણે કહ્યું કે હું આવું છું. પરંતુ આખો દિવસ પસાર થવા છતાં તે અમદાવાદથી વડોદરા ન આવ્યો. બીજા દિવસે રમીઝના પરિવારના લોકો વડોદરા આવ્યા હતા અને અમને એવું કહેવા લાગ્યા કે તમે પોલીસ કેસ ન કરશો. રમઝાન મહિનો પૂર્ણ થાય પછી તમારી છોકરી સાથે લગ્ન અંગે વાત નક્કી કરી જઇશું.

આ પણ વાંચોઃSuicide Case in Rajkot : પતિનો ફોટો લઈને બાળકો સાથે મહિલા પહોંચી કમિશ્નર ઓફિસ

રમીઝના પિતાએ ફોન બંધ કરી દીધો -રમઝાન પૂર્ણ થઇ ગયા બાદ અમારી બીજી દિકરી કે જેના લગ્ન પાદરા નજીક આવેલ ભોજ ગામમાં કર્યા છે. તેણે રમીઝને ફોન કર્યો હતો ત્યારે રમીઝના પરિવારજનોએ કહ્યું કે અત્યારે નફીસાની તબિયત ઠીક નથી, રમીઝ પણ ડિપ્રેશનમાં છે. અમે આવીશું, તમે થોડો સમય આપો. એક અઠવાડિયા પછી ફરી રમીઝના પરિવારજનોને ફોન કર્યો તો તેમણે કહ્યું કે અમારે રમીઝની સાથે કોઇ લેવાદેવા નથી. તમારે જે રમીઝ સાથે કરવું હોય તે કરો તેમ કહી રમીઝના પિતાએ ફોન બંધ કરી દીધો.

ગત અઠવાડિએ નફીસા રામીઝના ઘરે ગઈ -ગત અઠવાડિયે નફીસા અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલ રમીઝના ઘરે ગઇ હતી અને રમીઝ ક્યાં છે તેમ પુછ્યું હતું. ત્યારે રમીઝની માતાએ ઘરનો અડધો દરવાજો ખોલી જવાબ આપી દીધો હતો કે રમીઝની અમને શું ખબર? તુ જાણે નફીસાએ જ્યારે કહ્યું કે રમીઝ ઘરમાં જ છે મને તેની સાથે વાત કરવા દો. તો રમીઝની માતાએ નફીસાને કહ્યું કે, અહીંયા રમીઝ નથી, તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો કંઇ દેખાતું નથી? આવા મ્હેણા સાંભળીને નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા કરવા ભૂસકો માર્યો હતો. પરંતુ અમદાવાદની પોલીસે નફીસાને ડૂબતા બચાવી લીધી અને અમને જાણ કરી. તેથી અમે તેને વડોદરા પરત લઇ આવ્યા. વડોદરા પરત આવ્યા બાદ તે ફરી ભાડાના મકાનમાં તેની રૂમપાર્ટનર શબનમ સાથે રહેવા લાગી હતી. શબનમ અમને સવારે સાડા નવ વાગ્યે જાણ કરવા આવી હતી કે નફીસાએ ફાંસો ખાઇ લીધો છે.

આ પણ વાંચોઃવિશ્વામિત્રી નદીમાં મગરો વચ્ચે મળ્યો મૃતદેહ, તર્કવિતર્કો વચ્ચે તપાસ શરુ

પ્રેસરમાં આ પગલું ભર્યું -રસીદાબહેને કહ્યું હતું કે મારી તો એક જ માંગ છે કે અમારી દીકરીને ઇન્સાફ મળે. આજે જ્યારે અમે નફીસાના સાબરમતી રિવરફ્રન્ટના વીડિયો જોઇએ છીએ ત્યારે ખૂબ જ દુઃખ થયા છે. કે તેને રમીઝે એટલું બધુ પ્રેસર આપ્યું કે તેને આ પગલું ભરવું પડ્યું. ઉલ્લેખનીય છે કે નફીસાના પરિવારમાં તેની ત્રણ બહેનો છે અને બે ભાઇ છે. નફીસાએ નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને ઘરે જ હતી. નફીસા મૂળ વડોદરાના તાંદલજા વિસ્તારની જ રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details