ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Murder Case: જાહેરમાં ફિલ્મીઢબે ફાયરિંગ કરી હત્યા કરનારા ઝડપાયા, આવો હતો પ્લાન - public road in Vadodara

વડોદરા સાવલી રોડ પર 4 ફેબ્રુવારીએ જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે કેટરીંગનું કામ કરતા યુવકનો પીછો કરી તેની પર ફાયરીંગ કરીને હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓને જેલના હવાલે કર્યા છે.

Vadodara Murder Case: વડોદરામાં જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે હત્યા થઇ હતી, પોલીસે આરોપીઓને જેલના હવાલે કર્યા
Vadodara Murder Case: વડોદરામાં જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે હત્યા થઇ હતી, પોલીસે આરોપીઓને જેલના હવાલે કર્યા

By

Published : Feb 13, 2023, 9:37 AM IST

વડોદરામાં જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે હત્યા થઇ હતી, પોલીસે આરોપીઓને જેલના હવાલે કર્યા

વડોદરા:વડોદરાના સાવલી- રોડ પર ગત 4 તારીખે જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે કેટરીંગનું કામ કરતા યુવકનો પીછો કરી તેની પર ફાયરીંગ કરીને હત્યા કરવાના બનાવનો ભેદ આખરે ઉકેલાયો છે. રૂપિયા 6 લાખની ઉઘરાણીની તકરારમાં મધ્યપ્રદેશના બે યુવકોએ કેટરીંગનું કામ કરતા યુવકની હત્યા કરી પલાયન થયા હતા. પોલીસે બંને હત્યારાઓની શોધખોળ કરીને ધરપકડ કરી છે.

આ પણ વાંચો Vadodara News : યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી, ટોલનાકાના કર્મચારીને માર માર્યો

ફરિયાદ નોંધાઈ:મુળ મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાનો વતની અને કેટલાક સમયથી ગોરવા- સુભાનપુરા રોડ પર પત્ની અને બે સંતાનો અને સાળા સાથે રહેતો 30 વર્ષીય વિશ્વનાથસીંગ ગુર્જવાર મંજુસરના ક્રિષ્ણા રેસ્ટોરાંમાં રસોઈકામ કરતા હતો. ગત તારીખ 4 ફેબ્રુઆરીના સવારે તે રેસ્ટોરાંથી ઘરે બાઈક પર જતો હતો. તે સમયે તેનો બાઈકનો પીછો કરી રહેલા બે યુવકોએ સાવલી-રોડ પર આસોજ ગામ નજીક વિશ્વનાયસીંગ પર ફાયરીંગ કરી તેની હત્યા કરી હતી. જાહેરમાર્ગ પર ફિલ્મીઢબે કરાયેલી હત્યાના પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ હતી . આ બનાવની મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ટીમ બનાવી:જિલ્લા પોલીસની એસઓજી, એલસીબી અને મંજુસર પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં વિશ્વનાથસીંગને મધ્યપ્રદેશના શીવસિંગ રાણા સાથે નાણાંકિય લેવડદેવડમાં તકરાર ચાલતી હોવાની વિગત મળતા પોલીસે શીવસિંગને ઝડપી પાડી તેની પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન ભાંગી પડેલા શીવસિંગે આ હત્યાની કબૂલાત કરી હતી. એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેણે વિશ્વનાથસીંગને બે વર્ષ પહેલા છ લાખ ઉધારે આપેલા હતા. જે વારંવાર ઉઘરાણી કરવા છતાં વિશ્વનાથસીંગ પરત આપતો ના હતો. શીવસીંગે તેના મિત્ર આકાશ સાથે મળી મધ્યપ્રદેશથી દેશી બનાવટનો તમંચો લાવી હત્યા માટે કાવતરૂ કર્યું હતું.

જાહેરમાં ફાયરિંગઃઆ બન્ને આરોપીઓ એ રેકી કર્યા બાદ વિશ્વનાથનો પીછો કર્યો હતો અને તેની જાહેરમાર્ગ પર ફાયરીંગ કરી હત્યા કરી હતી. આ વિગતોના પગલે પોલીસે શીવસિંગ મેવારામસીંગ રાણા અને તેના સાગરીત આકાશ સુરેન્દ્ર કિરાડની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે કાયદાકીય પગલાં લઈને આગળની કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો Baroda Dairy Scam: બરોડા ડેરીમાં ડિરેક્ટર્સે પર ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું 'મેં રૂકેગા નહીં'

મંજુસરનો આસોજ બ્રિજ છે એની પાસે સવારના 10:30 ની આસપાસ એક ઈસમ ઉપર ફાયરિંગ કરી એનું મોત નિપજાવાનું બનાવ બન્યો હતો. આ ફાયરિંગ કરનારા બે ઈસમો મોટર સાયકલ પર આવી મરણજનાર પર ફાયરિંગ કરી ને ભાગી ગયા હતા. જેવી પોલીસ ને ખબર પડી મંજુસર lcb-sog તમામ કાફલો ત્યાં પહોંચી ગયો હતો. આ બાબતે તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે મૃતક છે એવિશ્વનાથ સિંહ છે. એ બાબતે એમના જે સાડા છે એમની ફરિયાદ લેવામાં આવી હતી. દીપક કુમાર કરોલીયા છે અને એ ફરિયાદના આધારે આરોપીઓ અંગેની ટેક્નિકલ અને યુમનસપોર્ટથી તપાસ કરવામાં આવી હતી--બળવંતસિંહ ચાવડા (ડી વાય એસપી, વડોદરા)

ABOUT THE AUTHOR

...view details