- હાઈકોર્ટે ફાયર NOC અને ફાયર સેફ્ટી અંગે રાજ્યસરકારને હુકમ કર્યો
- વડોદરાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કરોડોના ખર્ચે ફાયર સેફ્ટીથી સજ્જ બનાવાશે
- 73 બિલ્ડીંગ અને 120 શાળાઓમાં ફાયર સેફ્ટી સાધનો લગાવવાની કામગીરી શરૂ કરાઈ
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કરોડોના ખર્ચે ફાયર સેફટીથી સજ્જ
વડોદરા :કોરોના કાળ દરમિયાન હોસ્પિટલ, સ્કૂલ, કોચિંગ ક્લાસિસ તેમજ વિવિધ ઈમારતોમાં આગની દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકો, દર્દીઓ સહિત વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ કોર્ટે ફાયર NOC અને ફાયર સેફ્ટી અંગે રાજ્યસરકારને હુકમ કરતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. ફાયર NOC વગરની ઈમારતો અને શાળાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. જે પછી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓને પણ ફાયર સેફ્ટીથી સજ્જ કરવામાં આવી રહી છે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કરોડોના ખર્ચે ફાયર સેફટીથી સજ્જ ખાનગી સ્કૂલો અને કોચિંગ ક્લાસોને ફાયર NOC લેવા માટે ફરજ પડી હતી
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કરોડોના ખર્ચે ફાયર સેફટીથી સજ્જ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરતમાં તક્ષશીલા નામના કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા કોચિંગ ક્લાસમાં જે આગની ઘટના બની હતી. જેમાં 23થી વધુ બાળકોના મોત થયા પછી સમગ્ર રાજ્યમાં તમામ ખાનગી સ્કૂલો અને કોચિંગ ક્લાસોને સીલ કરવા તેમજ વીજ કનેક્શન કાપી નાખવાની સાથે તમામને ફાયર NOC લેવા માટે ફરજ પાડી હતી.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને કરોડોના ખર્ચે ફાયર સેફટીથી સજ્જ આ પણ વાંચો : અરવલ્લીમાં ફાયર NOC માટેનો કેમ્પ યોજાયો
નગર પ્રાથમિકની તમામ શાળાઓમાં 73 જેટલી બિલ્ડીંગ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારમાં અને અત્યારે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મ્યુ. કમિશ્નર પી. સ્વરૂપને પાર્ટી બનાવીને એમને પણ હુકમ કર્યો કે, આપ સરકારી સ્કૂલોમાં ફાયર NOC લો. એના અનુસંધાને મ્યુ. કમિશ્નરના હુકમથી દરેક શાળામાં ફાયર NOC લેવા માટે ફાયર સેફ્ટીના જે નોર્મસ છે. એ પ્રમાણે સાધનો લગાવવાની કામગીરી ચાલુ છે. નગર પ્રાથમિકની તમામ શાળાઓમાં અમારી પાસે 73 જેટલી બિલ્ડીંગ છે. દરેક બિલ્ડીંગમાં ફાયરના નોર્મસ પ્રમાણે આટલી વસ્તુઓની જોગવાઈ કરવી પડશે. એજ પ્રમાણેની જે વસ્તુઓ છે. તે લગાવવાનું કામકાજ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : આણંદ જિલ્લાની શાળાઓને ફાયર NOC મેળવી લેવા જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના
ફાયર સેફ્ટીથી સ્કૂલને સજ્જ કરી અને NOC મેળવવા માટે ડે ટુ ડે મિટિંગ થતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટનો ચુકાદો અને સરકારનો આદેશ અને વડોદરા મ્યુ.કોર્પોરેશનના મ્યુ.કમિશ્નર પી.સ્વરૂપની અધ્યક્ષતામાં ફાયર સેફ્ટીથી સજ્જ સ્કૂલ કરી અને NOC મેળવવા માટે ડે ટુ ડે મિટિંગ કરતા હતા અને દરરોજ રિપોર્ટ આપતા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 73 બિલ્ડીંગ અને 120 શાળાઓની અંદર 24 દિવસમાં 80 NOC મેળવી વડોદરા અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓની ગાઈડલાઈન અને તેઓની ટીમ દ્વારા 13 દિવસ સુધી સર્વે કર્યા પછી અંતે ખૂટતી જે વસ્તુઓ હતી. તે પુરી કરી અને NOC મેળવી હતી.
120 સ્કૂલોની અંદર તમામ જગ્યાએ NOC મળે તેવા પ્રયત્નો કર્યા
120 સ્કૂલોની અંદર તમામ જગ્યાએ NOC મળી જાય તેવા પ્રયત્નો કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સ્કૂલોની અંદર ફાયર સેફ્ટીના સાધનો ઉભા કરવા અને NOC મેળવવા માટે જે ખર્ચ હતો. તે ખર્ચ પાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો. ખર્ચની રકમ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના એકાઉન્ટમાં નાખી અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ, સચિવ અને સભ્યના ઠરાવ દ્વારા એજન્સીને કામ આપી તમામ શાળાઓમાં કામ પૂર્ણ કરવામાં આવશે.