વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા ધારકોને નોટીસ ફટકારી વેરો ભરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આજ દિન સુધી 502 કરોડનો વેરો વસુલવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય નગરજનોને નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની 135 જેટલી કચેરીઓનો 39 કરોડથી વધુનો વેરો વસુલવામાં આવે છે. જેની સામે માત્ર 7 કરોડ વસુલવામાં આવ્યો છે. માત્ર વિકાસના કામોમાં પ્રજા જ ટેક્સ ચૂકવે અને સરકારી મિલકતો સામે વેરો વસુલવામાં રહેમ નજર છે તે સ્પષ્ટ પણે ફલિતાર્થ થાય છે.
સરકારી કચેરીઓના જ વેરા બાકી :વડોદરા મહાનગરપાલિકા કેન્દ્ર અને રાજ્ય સરકારના 135 વિભાગો-કચેરીઓના 13.64 કરોડ અને 26.07 કરોડ બાકી છે. વેસ્ટર્ન રેલવેના રૂ.8.59 કરોડ કેન્દ્રના સૌથી વધુ, પોલીસ કમિશનર કચેરીના 8.78 કરોડ રાજ્ય સરકારની, 3.72 કરોડ SSGના, 1.77 કરોડના ગોત્રી મેડિકલ કોલેજ-હોસ્પિટલના બાકી વેરાની વસુલાત કરવામાં આવી નથી. જોકે વર્ષે 39 કરોડની વસુલાત સામે આ વર્ષે 7 કરોડ વસુલાત થઈ હોવાનું ડે. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાલિકાને કરોડોની આવક :વડોદરા મહાનગરપાલિકામાં ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સ અને બીજા વેરાઓ પેટે વર્ષ દરમિયાન 500 કરોડથી વધુની આવક થઈ છે. આજદિન સુધીમાં ગત વર્ષ 447 કરોડની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે 502 કરોડ રૂપિયાની આવક મેળવી લીધી છે. ચાલુ વર્ષે 520 કરોડથી વધુની આવકનો અંદાજ છે. અત્યાર સુધીમાં 4,412 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. સાથે 37 હજાર જેટલા મિલકત વેરો બાકી ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે.
વિભાગીય અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી :કેન્દ્ર અને રાજ્ય સરકારની જે વસુલાત છે તે વર્ષ દરમિયાન 39 કરોડ જેટલી આવક થાય છે. જેમાં આ વર્ષે 7 કરોડ જેટલી આવક થઈ છે. ચાલુ વર્ષે સરકારી મિલકતો છે. જેમાં સરકારી અધિકારીઓ જે તે વિભાગના છે તેઓને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ વોર્ડ ઓફિસર જાતે ત્યાં પહોંચીને સરકારી કચેરીના અધિકારીનો સંપર્ક કરી તેમને વસુલાત અંગેની માહિતી આપવામાં આવી છે.