વડોદરા MSUના 7 કોર્સની ફીમાં કરાશે વધારો - gujaratinews
વડોદરાઃ MSU દ્વારા સંચાલિત લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટરમાં ચાલતા અંદાજે 7 કોર્સની ફીમાં નવા શૈક્ષણિક વર્ષથી વધારો કરવાનું યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા સંચાલિત લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટરમાં બોનસાઈ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ, ફેશન ડિઝાઈનિંગ, ઈન્ટિરિયલ ડિઝાઈનિંગ, ઈન્ડસ્ટ્રિયલ પરચેસિંગ, જેવા વિવિધ કોર્ષોનો સમાવેશ કરવામાં આવે છે.
યુનિવર્સીટીમાં લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટરની એડવાઈઝરી કમિટીમાં ઉપરોક્ત નિર્ણય લેવાયા બાદ સિન્ડિકેટે પણ આ નિર્ણયને લીલીઝંડી આપી છે. આ સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટના ભાગરૂપે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ મળીને અંદાજે 25 થી વધુ અલગ-અલગ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક કોર્સમાં ગમે તે વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે છે. કોર્સ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓ માટે છે. આ સેન્ટરમાં અંદાજે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સેન્ટરમાં 7 કોર્સની ફીમાં વધારો કરવાનુ સત્તધિશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.