એમ.એસ યુનિવર્સિટીમાં યુવતી નમાઝ પઢવાનો મામલે મીડિયામાં બાઈટ આપનાર વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી વડોદરા:કાયમી ધોરણે ચર્ચામાં રહેતીસયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ અદા કરતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇ આ વિડિઓ સંદર્ભે મીડિયામાં બાઈટ આપનાર કુલદીપ જોષીને જાનથી મારી નાખવાની ધમકી મળતા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જાનથી મારી નાખવાની ધમકીસયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં યુવતી દ્વારા નમાજનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થી કુલદીપ જોષી દ્વારા આ બાબતે મીડિયામાં બાઈટ આપી હતી. ગઇ રાત્રે કુલદીપ જોષીને મોબાઈલ ફોનથી બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબત અંગે કોલેજમાં રોયલ ક્લબ ઓફ સાયન્સ ગ્રુપમાં જાણ કરી હતી.
આ પણ વાંચો Vadodara Abhayam 181 Help : વિધવા દ્વારા અભયમને ગુહાર, સાસરીયાં સમજ્યાં વિધવાની વાત
કોલેજના ગેટ પર ધમકીકુલદીપ જોષી કોલેજમાંથી પોતાનો કલાસ ભરી પરત ઘરે જવા રવાના થતા ગેટ પર અમ્માર ગજીયાવાલા કોમર્સ કોલેજની સામે રોડ પર મળેલ અને તેણે એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ છોકરી નમાજ બાબતે મીડિયામાં બાઈટ આપી હતી. જેને લઇ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે. અને આ બાબતને લઈ કુલદીપ જોષીને બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નીકળી ગયો હતો.જેને લઈ આજે યુનિવર્સિટી વિદ્યાર્થી દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કમિશ્નરને તપાસ સોંપાઈવિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વારંવાર નમાજ પડવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંઘ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. એમ એસ યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં શાંતિનું વાતાવરણ ખોરવાયુ હોવાના કારણે લો એન્ડ ઓડરની પરીસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે એમ એસ યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરાઈ છે જે સંદર્ભે તાપસ મદદનીશ પોલીસ કમિશ્નર ડી જે ચાવડા કરશે.
આ પણ વાંચો વડોદરા ગેસે ભાવમાં પ્રતિ યુનિટ રૂપિયા 4નો વધારો કર્યો, મધ્યમવર્ગ નિરાશ
શુ હતો સમગ્ર મામલોએમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટના રૂમમાં એક યુવતી વાયરલ વિડીઓમાં નમાઝ અદા કરતી મળી હતી. આ વિડિયો ગત શુક્રવારનો હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ એમ.એસ યુનિવર્સિટી બે અલગ અલગ નમાઝના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઇ અગાઉ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કડક પગલાં ન લેવાતા ફરી એકવાર સાયન્સ ફેકલ્ટીની બોટની વિભાગનો જ નમાઝ અદા કરવાનો વિડિયો વાયરલ થયો છે. વાયરલ વિડિઓને લઈ હિન્દૂ સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શૈક્ષણિક કર્યા સિવાય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય.