વડોદરા MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે સાત દિવસીય 'પેપર પલ્પ આર્ટ' વર્કશોપનું આયોજન કરાયું
વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે સાત દિવસીય 'પેપર પલ્પ આર્ટ'ના વર્કશોપનું આયોજન ફેકલ્ટીના જ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગના ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વડોદરા MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે સાત દિવસીય 'પેપર પલ્પ આર્ટ' વર્કશોપનું આયોજન કરાયું
ફાઈન આર્ટસ ફેકલ્ટી અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ વડોદરા રિજનલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે પેઈન્ટિંગ વિભાગ ખાતે આયોજિત વર્કશોપમાં સ્કલ્પચર, પેઈન્ટિંગ, ગ્રાફિક્સ વગેરે વિભાગના ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અભ્યાસક્રમના ભાગરુપે તેમજ વિદ્યાર્થીઓને આર્ટના ક્ષેત્રે નવું શીખવા અને જાણવા મળે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.