વડોદરાઃ એમ.એસ.યુનિવર્સીટીમાં (Vadodara MS University Election) આવતીકાલે સેનેટની ચૂંટણી યોજાશે. તે અગાઉ ભાજપ અને સંકલન સમિતિએ બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો પોતાના હોવાનો દાવો કર્યો છે. તો બીજીતરફ સત્તાધારી પક્ષ દ્વારા બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવાર તેમના હોવાનો દાવો કર્યો છે.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો સત્તાધારી પક્ષના હોવાનો દાવો
વડોદરા એમ.એસ.યુનિવર્સીટીના(Vadodara MS University Election) સેનેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયેલા 5 ઉમેદવારો સત્તાધારી પક્ષના યુવાનો દાવો કર્યો છે. જીગર ઇનામદારનું કહેવું છેકે, વર્ષોથી આ ઉમેદવારો સત્તાધારી પક્ષ સાથે છે. અને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પણ સત્તાધારી પક્ષના સભ્યો સાથે હોવાનો દાવો કર્યો છે તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે આ ઉમેદવારો સંકલન સમિતિના હોવાનો દાવો કર્યો છે.