- નવસારી ટ્રેનમાં યુવતીની આત્મહત્યા મામલો
- આ કેસને જોડતી કડીઓ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી
- તમામ ફરિયાદ વલસાડ રેલવે પોલીસ ની હદમાં દાખલ કરવામાં આવશે
વડોદરાઃનવસારીની યુવતીની વલસાડ રેલવે સ્ટેશન (Valsad railway station)પર ગુજરાત કવિન એક્સપ્રેસ ટ્રેનમાં આત્મહત્યા અને વડોદરાના વેકસીન કેમ્પસ(Vaccine Campus of Vadodara)માં થયેલ દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટમાં યુવતીના માતાપિતા તથા ભાઈની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે 29 મી એ ઘટના ઘટી ત્યાર પછી યુવતી નવસારી ગઈ હતી. 2 જી તારીખે તેની માતાને કહ્યું હતું કે તે મરોલી તેની ટીચર નિર્મલાને મળવા જાય છે પરંતુ તે આત્મહત્યાના દિવસે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station)પર દેખાઈ હતી. વડોદરા થી નવસારી આવ્યા પછી યુવતીએ શું વાતચીત કરી તેની સાથે શુ થયું તે મરોલી અથવા સુરત ગઈ તે અંગે તપાસ કરવામાં આવશે.
પોલીસની તપાસથી પરિવારજનો સંતુષ્ટ
આ મામલે યુવતી આત્મહત્યા કરવા કેમ મજબૂર બની તેની કડીઓ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસની તપાસથી પરિવારજનો સંતુષ્ટ છે અને યુવતીની માતાપિતા તથા ભાઈએ સંતોષ વ્યક્ત કર્યો અમને આશા છે કે ન્યાય મળશે. ત્રણ દિવસમાં ડી.એન.એ રિપોર્ટ(DNA report) મળે તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આત્મહત્યા અને કથિત દુષ્કર્મના એન્ગલ થી તપાસ થઈ રહી છે. જુના સેક્સ ઓફ્રેન્ડર,શંકાસ્પદ લોકો અને નશેબાજો અને રીક્ષા ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે અને થોડા સમયમાં આ કેસનો ઉકેલ આવી જશે તેવુ રેલવે પોલીસે જણાવ્યું છે. એફ.એસ.એલ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી દુષ્કર્મની ઘટના હોઈ શકે છે અને યુવતીના કેસના સાક્ષીઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
વડોદરા વેકસીન ગ્રોઉડ દુષ્કર્મ મામલે રેલ્વે આઈ જી નું નિવેદન