- રાજ્ય સરકારની ફાયર સેફ્ટી ઓડિટ કમિટીના સભ્યોએ SOG હોસ્પિટલની મુલાકાત લીધી
- તમામ વોર્ડ અને વિભાગોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
- કોવિડ હોસ્પિટલમાં ક્ષતિઓ નજરે પડી
વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોરોના બિલ્ડિંગની ગુજરાત સરકાર દ્વારા રચના કરવામાં આવેલી છે. જેમાં ફાયર સેફ્ટી ઓડિટ કમિટીના સભ્યોએ મુલાકાત લીધી હતી અને બિલ્ડિંગના વિવિધ વોર્ડ અને વિભાગોમાં ફાયર સેફટીની ક્યા પ્રકારની વ્યવસ્થા છે. તેનું નિરીક્ષણ કર્યું હતું.
વડોદરાઃ SOG હોસ્પિટલના કોરોના બિલ્ડિંગની ફાયર સેફ્ટી ઓડિટ કમિટીના સભ્યો દ્વારા મુલાકાત લેવાય રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ કમિટી દ્વારા સુપ્રત કરવામાં આવશે
ફાયર સેફ્ટી ઓડિટ કમિટીની મુલાકાતમાં સયાજી હોસ્પિટલના કોરોના બિલ્ડિંગમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી. જેને લઈ હવે રાજ્ય સરકારે વિગતવાર અહેવાલ કમિટી દ્વારા સુપ્રત કરવામાં આવશે. તે પહેલાં ક્ષતિ દૂર થાય તે માટે સયાજી હોસ્પિટલના અધિકારીઓને મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી.
ક્ષતિઓ દૂર કરવા હોસ્પિટલના અધિકારીઓને સૂચના
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી એક્ટના અમલ માટે ઓડિટ કમિટી પણ બનાવી છે. આ કમિટી વડોદરાની મુલાકાતે આવી છે અને તેઓએ પણ કોરોના હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધામાં નિષ્કાળજી રાખનારા હોસ્પિટલની પરવાનગી રદ થશે તેવો સંકેત આપ્યો હતો. તો બીજી બાજુ ફાયર બ્રિગેડ કોરોના હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી શકતું નથી. ફાયર સેફટી એક્ટ મુજબ જો તેનો અમલ કરવામાં આવે નહીં તો તે બિલ્ડિંગ કે, હોસ્પિટલને તાત્કાલિક અસરથી સીલ મારવાનું હોય છે. પરંતુ હાલની કોરોના મહામારીને કારણે કોરોના હોસ્પિટલને સીલ મારી શકતા નથી તેથી કેટલાક હોસ્પિટલના સંચાલકો ફાયર બ્રિગેડનું NOC મેળવતાં પણ નથી.