શહેરના મેયર કેયૂર રોકડિયાએ દબાણ હટાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું વડોદરા વડોદરામાં કોર્પોરેશનના દબાણ શાખાની કાર્યવાહી કરવામાં આવતી નજરે પડી રહી છે. વડોદરાના ગોત્રી હાઈટેન્શન લાઈનની નીચે આવેલા ઝૂંપડાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી જમીન પર મોટાપાયે દબાણ થતાં તે દૂર કરવાની કોર્પોરેશનની કાર્યવાહી થઇ રહી છે. વડોદરાના ગોત્રીમાં હાઈટેન્શન લાઈનની નીચે મોટા પ્રમાણમાં ખાનગી કોન્ટ્રાકટરોએ ડેબ્રિજ પણ ઠાલવ્યું હતું તે પણ દૂર કરવામાં આવ્યું હતું.
વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી : વડોદરા કોર્પોરેશન દબાણ શાખા ટીમ દ્વારા દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં 5 JCB મશીન, 3 ડમ્પર અને 2 દબાણ શાખાની ગાડીથી દબાણ દૂર કરવાની કરી રહી છે કાર્યવાહી થતી જોવા મળી હતી. વડોદરાના મેયર કેયૂર રોકડીયા જેઓ હવે ધારાસભ્ય પણ બની ગયાં છે તેમની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો Mega demolition: ડભોઇ નગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો-દબાણો હટાવવાની કામગીરી
શુક્રવારે પણ થઇ હતી કાર્યવાહી : ગઇ કાલે શહેરના ગોત્રી વિસ્તારમાં હાઇ ટેન્શન રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. જેનું નિરીક્ષણ કરવા માટે મેયર કેયૂર રોકડિયા પહોંચ્યા હતા. આજે પણ જેટલા દબાણો બાકી છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે 5 jcb મશીન -3ડમ્પર -2દબાણ શાખાની ગાડીઓ સહિત દબાણ હટાવવા માટે પહોંચ્યા હતાં.
ગાર્ડન, સ્વીમીંગપુલ અને જિમ બનશે : તમામ કાર્યવાહી પર મેયર કેયૂર રોકડીયા નિરીક્ષણ કરતાં જોવા મળતાં હતાં. દબાણ દૂર કાર્ય હતા અહીં આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો પણ બન્યો હતો અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હતી જેના પર આજે કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ દબાણો દૂર કરીને અહીં ગાર્ડન,સ્વીમીંગપુલ અને જિમ બને તેવી કોર્પોરેશનની તૈયારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવતા ખુદ કેયુર રોકડિયા ગોત્રી હાઈ ટેન્શન રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. તેમણે ગોત્રી શાક માર્કેટના સ્થળાંતર કરવા મુદ્દે પણ જણાવ્યુ હતું.
આ પણ વાંચો કેયૂર રોકડીયા વડોદરામાં મેયર અને ધારાસભ્યની બેવડી ભૂમિકા ભજવી શકે કે નહીં
મેયરે કેયૂર રોકડિયાએ શું કહ્યું : આ તકે મીડિયા સાથે વાત કરતા મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યુ હતુ કે જે રીતે બે હાઇટેન્શન વચ્ચે જે રીતે લોકોએ દબાણ કર્યુ છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ આખી જગ્યા પરથી દબાણો દૂર કરવાનું કામ અમારી ટીમ કરી રહી છે. આ દબાણો દૂર કરીને લોકોની સુવિધામાં વધારો કરી શકાશે. ગોત્રી શાક માર્કેટ પાસે રોજે લોકોને અટવાવુ પડે છે. ત્યારે આ જગ્યા પર માર્કેટ સિફ્ટ કરવાનું કોર્પોરેશન વિચારી રહી છે.