ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Sports News : એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં એવોર્ડ જીત્યાં - પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ

વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. છાત્રોએ (Vadodara MS University students)નેશનલ લેવલે 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ, સ્ટેટ લેવેલે 1 ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં અભ્યાસ કરતી ગરિમા વ્યાસે 3 ગોલ્ડ મેડલ બેસ્ટ સ્વિમર પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.

Vadodara Sports : એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં એવોર્ડ લઇ આવ્યાં
Vadodara Sports : એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં એવોર્ડ લઇ આવ્યાં

By

Published : Jan 25, 2023, 10:05 PM IST

વડોદરાવડોદરા એમએસ યુનિવર્સિટીના છાત્રોએ વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. નેશનલ લેવેલે 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ, સ્ટેટ લેવેલે 1 ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો છે. વડોદરાની એનએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં એવોર્ડ લઇ આવીને યુનિવર્સિટીની સિદ્ધિઓમાં વધુ એક પીછું ઉમેર્યું છે.

ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળકયા છાત્રો : વડોદરા શહેરની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં અને યુનિવર્સિટીની ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તાલીમ મેળવનાર છાત્રો વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળકયા છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં માસ્ટરનો અભ્યાસ કરતી ગરિમા વ્યાસ કે, જેને 3 ગોલ્ડ મેડલ બેસ્ટ સ્વિમર તરીકે 22 માં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત કર્યા હતાં. આ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગુવાહાટી આસામ ખાતે આયોજિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો MSU ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદ : ABVP દ્વારા ઉગ્ર વિરોધના પગલે યુનિવર્સિટી પરિસરમાં શી બની ઘટના જાણો

પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ : તો ટી વાય બીકોમમાં અભ્યાસ કરતી વંશિકા પાટીદારે નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ કે, જે 15 થી 20 જાન્યુઆરી દરમિયાન સંભાજીનાગર મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં 63 કે.જી. જૂનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અર્જિત કર્યો હતો.

સ્ટેટ લેવલની કુશ્તી સ્પર્ધા :સ્ટેટ લેવલની કુશ્તી સ્પર્ધામાં એમ. એસ. યુનિવર્સિટીના પ્રસાદ સંજીતએ 63 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ગંગા પ્રસાદ કુશ્વાહાએ 57 કેજી કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી યુનિવેર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. આ બંને વિધ્યાર્થી ફૅકલ્ટી ઓફ કોમર્સમાં એસ વાય બી.કોમ માં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો એમ.એસ. યુનિવર્સિટીને મળ્યો એ ગ્રેડ, સિદ્ધિમાં થયો વધુ એક ઉમેરો

ખેલાડીઓ સાથે વીસીનો વાર્તાલાપ :વડોદરા એમ એસ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે આ તમામ ખેલવીરોને ચાય માટે આમંત્રિત કરી અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે સાથે તેમની સાથે વધુ સારા પર્ફોર્મન્સ માટે ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટ દ્વારા હાલમાં મળતી સુવિધાઓ અને જરૂરી સાધનો અને તેની ઉપલબ્ધતા વિષે જાણકારી મેળવી અને કોચ દ્વારા આપતી ટ્રેનિંગ અને સમય જેવા વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.. આ ચર્ચા દરમિયાન ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટના ડાયરેક્ટર હારજીત કૌર, ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિકાસ પ્રજાપતિ પણ જોડાયા હતાં.

પ્રતિષ્ઠાપ્રાપ્ત યુનિવર્સિટી છે એમએસ : ઉલ્લેખનીય છે કે વડોદરામાં આવેલી એમ.એસ. યુનિવર્સિટી સમયાંતરે એની સિદ્ધિને લઈને જાણીતી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીએ ગત વર્ષે નેક તરફથી એ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મુલ્યાંકન અને માન્યતા પરિષદ તરફથી 3.43 CGPA સાથે એ ગ્રેડ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details