વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનૈતિક અને ગેરકાયદેસર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત આવા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત રોજ શહેર પીસીબી દ્વારા બાતમીના આધારે શહેરના અટલાદરા બીલ કેનાલ રોડ પરમ ઓરબીટમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીને 3.46 લાખથી વધુના ઈંગ્લીશ દારૂ સહિત કુલ 5.58 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ જથ્થો ભરી આપનાર અને જવાબદારી વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કેવી રીતે ઝડપાયા :વડોદરા શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે દારૂના વેપલાને બહાર લાવી પર્દાફાશ કરનાર પીસીબી દ્વારા અનેક વાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેર પીસીબીને બાતમી મળી હતી કે, અટલાદરા પાણીની ટાંકી પાસે આવેલ માધવનગર એ ટાવરમાં રહેતો અજયકુમાર ગાયકવાડ નામનો શખ્સ એમપીથી દારૂનો જથ્થો લાવી ભાડાના મકાનમાં વેચાણ કરે છે. આ જથ્થો એમપીથી કારમાં આવવાનો હોવાની માહિતી મળતા પીસીબીની ટીમ ત્રાટકી હતી. પીસીબીએ કાર સાથે મકાનમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ અંગે પીસીબી દ્વારા પ્રોહિબિશન અંતર્ગત માંજલપુર પોલીસ મથકમાં કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો :કર્ણાટક ચૂંટણીની જાહેરાત બાદ 39.38 કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને અન્ય વસ્તુઓ જપ્ત