- પાદરાના પૂર્વ કોર્પોરેટર બૂટલેગર ભાવેશ પટેલની ધરપકડ
- પોલીસે આરોપીને રાજસ્થાનના જયપુરથી વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરી
- ફાર્મ હાઉસમાં પાર્ટી યોજી, યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપાયો
વડોદરાઃસોખડાના ફાર્મહાઉસ પર મિત્રો સાથે દારૂ અને નોનવેજની પાર્ટી કર્યા બાદ યુવતીને પરત ઘરે મૂકવાના બહાને પાદરાના પૂર્વ કોર્પોરેટર અને હાલના આરએસપીના મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિ ભાવેશ પટેલ ઉર્ફે લાલુએ ચાલુ કારમાં યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
ભાવેશ પટેલને ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડ્યો
પૂર્વ કોર્પોરેટરે યુવતીને કહ્યું હતું કે, તને મારી પર ભરોસો નથી. હવે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ, કહ્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ ફરાર થયેલા ભાવેશ પટેલ ઉર્ફે લાલુને રવિવારે બાતમીને આધારે ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
દુષ્કર્મ કર્યાના કેસમાં ભાવેશ પટેલની વડોદરા એલસીબીએ જયપુરથી કરી ધરપકડ આરોપી ભાવેશ ઉર્ફે લાલો ચંન્દ્રકાન્ત પટેલ ભાગી ગયો હતો
27મી એપ્રિલના રોજ રાત્રિના પાદરા પોલીસ સ્ટેશનની હદના સોખડા ખુર્દ ગામે કેનાલ પર પાદરા ટાઉનમાં રહેતા નામચીન ગુનેગાર ભાવેશ ઉર્ફે લાલો ચંન્દ્રકાન્ત પટેલ દ્વારા યુવતી ઉપર દુષ્કર્મનો ગુનો આચરી આરોપી ભાવેશ ઉર્ફે લાલો ચંન્દ્રકાન્ત પટેલ ભાગી ગયો હતો.
પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
જે અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરાને સોંપવામાં આવી હતી. જે કામે આરોપીને ઝડપી પાડવા માટે ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના આધારે જુદી-જુદી ટીમો બનાવી રાજય બહાર મુંબઇ- મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન રાજયના જયપુર બાજુ ટીમો આરોપીની તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું
આરોપીની પુછપરછ કરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ટીમો દ્વારા મળેલી હકીકતોની ખરાઇ કરી આરોપી ભાવેશ ઉર્ફે લાલાને ઝડપી પાડવા અંગેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જે તપાસણી દરમિયાન રવિવારે આરોપી ભાવેશ ઉર્ફે લાલો ચંન્દ્રકાન્ત પટેલને માહિતી આધારે રાજસ્થાન રાજયના જયપુર ખાતેથી ઝડપી પાડી વડોદરા લાવવા તજવીજ કરવામાં આવી છે. આરોપીને વડોદરા ખાતે લાવ્યા બાદ પાદરા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધોરણસર અટક કરી આરોપીની પુછપરછ કરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.