વડોદરા: નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા મુદ્દે રામધૂન સાથે રેલી યોજી - guajarati news
વડોદરા: શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલ નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ લોબીમાં બેસીને વિરોધ કર્યો હતો.
સ્પોટ ફોટો
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉકેલાતા 10 દિવસની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજવામાં આવી હતી.