ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Accident: બાઈકચાલકે સ્કુટરને અડફેટે લેતા યુવાનનું મોત, સીસીટીવી જોઈ હચમચી જશો - અકસ્માત કેસ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત મોડી રાત્રે દિપીકા ગાર્ડન પાસે સ્કૂટર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ મથકમાં થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં બાઈકચાલને સ્કુટરની અડફેટે કરું મોત
શહેરના કારેલીબાગ વિસ્તારમાં બાઈકચાલને સ્કુટરની અડફેટે કરું મોત

By

Published : Apr 7, 2023, 1:22 PM IST

Updated : Apr 7, 2023, 2:16 PM IST

Accident Case: કારેલીબાગ વિસ્તારમાં બાઈકચાલકે સ્કુટરને અડફેટે લેતા કરુંણ મોત, સીસીટીવી આવ્યા સામે

વડોદરા:વડોદરા શહેરમાંઅકસ્માત સતત વધી રહ્યા છે. જેના કારણે નાની ઉંમરના યુવાનોના મોતના આંકડામાં વધારો થયો છે. ટ્રાફિક પોલીસ સતત તેને લઇને કામગીરી કરી રહી છે. પરંતુ જનતા પણ કયારેક ટ્રાફિકના નિયમોનું પાલન કરતી નથી. જેના કારણે અકસ્માતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી વાર વડોદરામાં અકસ્માતનો કેસ બન્યો છે. આ અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવાને કોઈ હેલમેટ પહેરી ન હતી.

ઘટના સ્થળે મોત: અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવક શહેરના સમા વિસ્તારમાં આવેલ જવાહર ફળિયામાં રહેતા નિલેશભાઈ રાજેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 26) છે. તેઓની પત્નીને એક મહિના અગાઉ જ પુત્રનો જન્મ થયો છે. પત્ની સાસરીમાં હોવાથી પોતાના ઘરેથી વારસિયા ખાતે સાસરીમાં પત્ની અને પુત્રની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો Vadodara Crime : 12 કરોડની લોન સામે 20 લાખ ગુમાવ્યા, અસલી પોલીસ ત્રાટકતા 10માંથી 6 ઝડપાયા

ઘટના સીસીટીવીમાં કેદ: મૃતક યુવક શહેરની પ્રતાપનગરની ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાને લઈ કારેલીબાગ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ફરાર થઈ જનાર સ્કૂટર ચાલકની પણ શોધખોળ ચાલું છે. અકસ્માત સર્જાતા જ યુવક ડિવાઇડર સાથે ધડાકા ભેર અથડાયો હતો. તેને ગંભીર જાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવેલ શો રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

આ પણ વાંચો Vadodara News : MGVCL સરકારી ઈમારતનું વીજ કનેક્શન કાપી નાખ્યું, લોકોને સેવાસદને ધરમના ધક્કા

તપાસ હાથ ધરવામાં આવી:અકસ્માતની ઘટના બાદ યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ પરિવારને જાણ થતા જ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. નિલેશ સોલંકી પરિવારમાં એકનું એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેથી એકના એક પુત્ર સાથે અચાનક બનેલી આ ગોઝારી ઘટનાને લઇ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સાથે જ પુત્ર એ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે કારેલીબાગ પીએસઆઇ એસ ડી ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં મૃતક યુવકનું પીએમ કરવામાં આવ્યું છે અને અડફેટે લેનાર બાઈક ચાલકને પણ ઝડપી લેવામાં આવશે. આ મામલે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Apr 7, 2023, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details