ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Job Fair: દેવુસિંહ ચૌહાણએ ચૂંટણીના પ્લાનિંગની ઝાંખી આપી, કહ્યું ભવ્યજીત તો ભાજપની જ - lok sabha elections

રોજગાર મેળા થકી વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ આગામી ચૂંટણીને લઈને પક્ષના પ્લાનિંગ પર આછેરી ઝલક આપી હતી. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પ્રયાસોની સિદ્ધિ સમાન વાત કહી હતી. ફરી એક વખત બહુમતી સાથે સરકાર ઘડવાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. આ ઉપરાંત આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી સંપૂર્ણ 26 બેઠકો ઉપર કમળ ખીલશે, એ વાત દાવા સાથે કરી હતી. આ સાથે ગુજરાત રાજ્યને મળી રહેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મામલે પણ ગુજરાતની સફળતાને વધુ વિસ્તારી છે.

વડોદરામાં રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાનનું નિવેદન: લોકસભાની ચૂંટણી 400થી વધુ સીટો મેળવીશું
વડોદરામાં રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાનનું નિવેદન: લોકસભાની ચૂંટણી 400થી વધુ સીટો મેળવીશું

By

Published : May 17, 2023, 12:21 PM IST

વડોદરામાં રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાનનું નિવેદન: લોકસભાની ચૂંટણી 400થી વધુ સીટો મેળવીશું

વડોદરા: કોઈપણ કાર્યક્રમને રાજકીય સ્પર્શ લાગતા વાર નથી લાગતી. જેમાં લાંબા ગાળાનો હેતુ ચૂંટણી હોય એ ઈરાદા સમયાંતરે નેતાઓની વિચારધારામાંથી સ્પષ્ટ થાય છે. વડોદરા શહેરમાં આયોજિત થયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યસંચાર પ્રધાન દેવુંસિંહ ચૌહાણ એ લોકસભાની ચૂંટણીને લઇ મોટું નિવેદન આપ્યું હતું. આત્મવિશ્વાસના અવાજ સાથે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ભવ્ય જીત તો ભાજપની જ થશે. દેવુંસિંહ ચૌહાણે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સફળતાઓને આગળ ધરી યુવાનલક્ષી અભિગમ હોવાની વાત સ્પષ્ટ કરી હતી. જોકે રોજગાર મેળામાં ભરતી કરતાં ચૂંટણીનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને એમના નિવેદન બાદ લોકસભાની ચૂંટણી અંગે કોઈ પ્લાનિંગની ઝાંખી થઈ હતી.

વિશ્વાસ વ્યક્ત કર્યો: સમગ્ર દેશ સહિત વડોદરાના આજવા ખાતે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે પાંચમો રોજગાર મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ રોજગાર મેળામાં 130 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. સાથે પ્રધાન દેવુસિંહ ચૌહાણે આજે સરકારે સફળતા સાથે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો હાંસલ કરીશું. સાથે લોકસભાની ચૂંટણીમાં દેશમાં 400થી વધુ સીટ પર જીત મેળવીશું તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

"લોકસભાની આવનાર ચૂંટણીમાં દેશમાં અમે 400થી પણ વધારે સીટ જીતવાનો લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યા છીએ. દરેક રાજ્યોની અને દરેક ચૂંટણીના અલગ અલગ માપદંડ હોય છે. આપણે જાણીએ છીએ કે 2019 પહેલા પણ આવો કંઈક માહોલ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢ ના પરિણામ આવ્યા ત્યારે હતો. દેશમાં લોકો પણ એવું કહેતા હતા કે ભાજપના વળતા પાણી થયા છે. સેમિફાઇનલમાં આ પરિણામ છે. દેશે આશ્ચર્ય સાથે જોયું કે ભાજપે વર્ષ 2019માં 303 બેઠકો મેળવી હતી અને આવનાર સમયમાં 400થી વધુ બેઠકો મેળવીશું"--દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય રાજ્ય સંચાર પ્રધાન)

લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રોજગાર મેળો: વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં રોજગાર મેળો શરૂ થયો છે. આજ શૃંખલાનો વડોદરા ખાતે આ પાંચમો રોજગાર મેળો છે. આજે 71 હજારથી વધારે નિયુક્તિ પત્રક આખા દેશમાંથી આપવામાં આવી રહ્યા છે. છેલ્લા નવ વર્ષથી વડાપ્રધાનના નેતૃત્વમાં એક પારદર્શિતા સરકાર ચાલી રહી છે. એક જનપ્રતિનિધિ અને જનતા સાથે સીધો સંપર્ક કરીને લોકો માટે કામ કરતી સરકારનું એક ઉત્તમ ઉદાહરણ આજે દેશ જોઈ રહ્યો છે. લગભગ 10 લાખ યુવાઓને રોજગારી આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તે આજે 3.50 લાખથી વધારે યુવાનોને રોજગારી પાત્રો આપવામાં આવ્યા છે.

ઉધોગિક વાતાવરણ:દેશમાં નવી પેઢીને રોજગારી મળે તે માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ જોઈ રહ્યા છીએ. નિવેશકર્તા અને રોકાણ કર્તાઓનો વિશ્વાસ જેતે સરકાર સાથે ઉધોગિક વાતાવરણ સાથે એક વિશ્વાસ ઉભો થતો હોય છે. ગુજરાતમાં સૌથી વધુ એફડીઆઈ આવે છે. દેશના વડાપ્રધાનને વિશ્વના સર્વોચ્ચ ઉધોગ વાળાઓ પણ આવીને દેશની ઉધોગ લક્ષી પોલીસીની સરાહના સાથે રોકાણ કરતા હોય છે. તેના જ પરિણામ છે કે દેશ આજે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે.

  1. Vadodara News : વડોદરાના કિકબોક્સિંગ ખેલાડી તૂર્કિશ ઓપન વાકો વર્લ્ડ કપ 2023માં જવા રવાના, ગોલ્ડ જીતવાની આશા
  2. Vadodara News : 15 દિવસમાં લૂ લાગવાના અધધ કોલ, આકાશી અગનવર્ષા વચ્ચે વડોદરા 108ની દોડધામ વધી
  3. Vadodara Sports : લક્ષિતા શાંડિલ્ય સાઉથ કોરિયામાં અન્ડર 20 એશિયન ગેમ્સમાં ભાગ લેશે, કરી રહી છે સખત પ્રેકટિસ

ABOUT THE AUTHOR

...view details