ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાંથી રોકડ-બીયરનો જથ્થો મળ્યો, આરોપી ફરાર થવામાં સફળ - Vadodara IPL betting caught

વડોદરાના પાદરામાં IPL ક્રિકેટ મેચોમાં રમાતો સટ્ટો ઝડપાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમ્યાન 5 લાખ રોકડ અને બીયરનો જથ્થો મળી આવતા કબજે કરવામાં આવ્યો છે. પરંતુ દરોડા દરમિયાન બુકી ફરાર થવામાં સફળ રહ્યો છે.

Vadodara Crime : IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાંથી રોકડ-બીયરનો જથ્થો મળ્યો, આરોપી ફરાર થવામાં સફળ
Vadodara Crime : IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાંથી રોકડ-બીયરનો જથ્થો મળ્યો, આરોપી ફરાર થવામાં સફળ

By

Published : May 20, 2023, 9:29 PM IST

વડોદરા : જિલ્લાના પાદરા નગરમાં IPLની ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડાતા બુકીના ઘરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 5.39 રોકડ રકમ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન બુકી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. મોબાઇલ પર આઈ.ડી. દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની પ્રાથમિક વિગતો પોલીસની તપાસમાં જાણવા મળી છે.

મકાનમાંથી બીયરનો જથ્થો મળ્યો :જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પાદરા નગરમાં આવેલા પ્રમુખ રેસીડેન્સી નજીક શ્રી લીલા કોમ્પલેક્ષના ચોથા માળે રહેતા તુષાર ઉર્ફે પપ્પુ ચંદ્રકાંત શાહ મોબાઈલ પર આઇડી આપી તે મારફતે IPL ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતો હતો. LCBની ટીમે દરોડો પાડતાં જ બુકી તુષાર ઉર્ફ પપ્પુ ચંદ્રકાંત શાહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તેના મકાનમાં વિગતે તપાસ કરતાં રોકડ રૂપિયા 5,39,210 તેમજ 14 નંગ બીયરની બોટલો મળી કુલ્લે રૂપિયા 5,40,710નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાં પોલીસના દરોડા

ક્યા આધારે દરોડો પડાયા :LCBને માહિતી મળી હતી કે, છેલ્લા એક માસ ઉપરાંતથી IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં સટ્ટોડીયાઓ માટે ઓનલાઇન જુગાર રમવાની મોસમ ખૂલી ગઈ છે. સટ્ટોડીયાઓ મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે, ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કૃણાલ પટેલને બાતમી મળી હતી કે, પાદરામાં તુષાર ઉર્ફ પપ્પુ શાહ નામનો શખ્સ ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે. જે માહિતીની ખાતરી કરાવતા સટ્ટો રમાતો હોવાની હકીકત સાચી સાબિત થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા.

ચોક્કસ બાતમી મળી હતી કે પાદરા નગરમાં આવેલા પ્રમુખ રેસીડેન્સી નજીક તુષાર ઉર્ફે પપ્પુ ચંદ્રકાંત શાહ મોબાઈલ પર IPLનો સટ્ટો રમાડી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે દરોડા કરતા તેઓના ઘરેથી 5,29,210 રોકડા અને 14 નંગ બિયરની બોટલ મળી આવી હતી. જેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. - કૃણાલ પટેલ (PI, લોકલ ક્રાઇમ બ્રાન્ચ)

પાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ : LCBની ટીમે દરોડા પાડી મુદ્દામાલ કબજે લઈ, સટ્ટો રમાડનાર તુષાર ઉર્ફ પપ્પુ શાહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. પાદરામાં સટ્ટો રમાડતો તુષાર ઉર્ફે પપ્પુ શાહને ત્યાં દરોડા પડતા સટ્ટો રમનાર તત્વોમાં ચકચાર મચી જવા પામી હતી.

ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

Cricket Betting Racket : મહેસાણા SOGએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપ્યું

Bookie caught betting at Modi Stadium : ચાલુ મેચે સટ્ટો રમાડતા બે બુકીઓ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details