વડોદરાઃ કાયમ માટે કામકાજમાં જ સમય પસાર કરનારા કનુભાઇ અને તેમના મિત્રોને વિચાર આવ્યો હતો કે, હાલની સ્થિતિમાં સોસાયટીઓમાં રહેતા લોકોને સસ્તુ અને સેનેટાઇઝ કરેલું શાકભાજી આપવામાં આવે તો કેવું ? રવિવારના રોજ તેઓએ તેમના સંપર્કો દ્વારા એપી.એમ.સી.માંથી એક ટેમ્પો ભરીને શાકભાજી મંગાવ્યું હતુ.
કોરોનાની લડાઇમાં વડોદરાના જ્વેલર્સે સેનેટાઇઝર વાળા શાકભાજી મંગાવી સોસાયટીમાં વહેંચ્યા - લોકડાઉન
કોરોનાનું લોકડાઉન આગામી તારીખ 17મી સુધી છે, ત્યારે શહેરના પોળ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ કનુભાઇ બાવળાવાળાએ હવે નવરા બેસી રહેવા સિવાય શાકભાજી વિતરણની નવી કામગીરી શરૂ કરી છે.
કોરોનાની લડાઇમાં વડોદરાના જ્વેલર્સે સેનેટાઇઝર વાળા શાકભાજી મંગાવી સોસાયટીમાં વહેચ્યા
હરણી રોડ ખાતેની ઇન્દ્રપુરી સોસાયટીના એ-35 બ્લોક ખાતે રહેતા કનુભાઇએ જ્વેલર્સનું બોર્ડ તેમના ઘરના કમ્પાઉન્ડમાં માર્યું છે. તેઓએ શાકભાજીના ફેરિયાઓના કારણે કોરોના સંક્રમણનો ભય રહે છે તેને દૂર કરવા માટે તેઓ તથા ઇન્દ્રપુરી સોની મિત્ર મંડળના સભ્યોએ શાક વિતરણનો નફો કે નુકશાન નહીના ધોરણે કામ શરૂ કર્યું છે. શનિવારથી આ વિતરણ શરૂ કર્યું છે.