દિલ્હીની ઘટનાના પ્રત્યાઘાતો વડોદરા શહેરની કોર્ટ પરિસરમાં પણ જોવા મળ્યા હતા. વડોદરા શહેરની કોર્ટ પરિસરમાં ગુરુવારના રોજ વકીલો દ્વારા ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીની કોર્ટ સંકુલમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા બાદ તેના પ્રત્યાઘાતો વકીલ આલમમાં જોવા મળી રહ્યા છે.
દિલ્હીની ઘટનાના પડઘા વડોદરામાં, વકીલોએ કોર્ટ પરિસરમાં ઘંટનાદ કરી વિરોધ કર્યો - વકીલોએ કોર્ટ પરિસરમાં ઘંટનાદ કરી વિરોધ કર્યો
વડોદરાઃ તીસહજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બંને પક્ષોના સભ્યોને નાની-મોટી ઇજા થઇ હતી. આ હિંસા બાદ અન્ય કોર્ટોમાં પણ ફેલાઇ હતી. વડોદરા શહેરમાં વકીલોએ કોર્ટ પરિસરમાં ઘંટનાદ કરી વિરોધ દર્શાવ્યો હતો.
vadodara
ત્યારે વડોદરા વકીલ મંડળે આ બનાવને વખોડી કાઢતા વકીલો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને વકીલોએ આ ઘટના બાદ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરી હતી. જોકે આ ઘટના બાદ વકીલો હડતાળ પર રહેશે અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
Last Updated : Nov 7, 2019, 6:51 PM IST