ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વડોદરામાં માતાના મૃતદેહ સાથે અઢી વર્ષનું બાળક રમતું રહ્યું... - husband wife Dead bodies found in Gotri

વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી પતિ પત્ની મૃતદેહ મળી આવ્યા છે. પિતના મૃત્યુનું કારણ બહાર સ્પષ્ટ જોવા મળ્યું પરંતુ માતાના મૃત્યુને લઈને કારણ અકબંધ છે. માતાના મૃતદેહ પાસે એક અઢી વર્ષનું બાળક રમી રહ્યું હતું. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Vadodara News : વડોદરામાં માતાના મૃતદેહ સાથે અઢી વર્ષનું બાળક રમતું રહ્યું...
Vadodara News : વડોદરામાં માતાના મૃતદેહ સાથે અઢી વર્ષનું બાળક રમતું રહ્યું...

By

Published : Jul 1, 2023, 3:54 PM IST

વડોદરા :શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઈટ્સમાં ઘરમાંથી પતિ-પત્નીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માતાના મૃતદેહ પાસે અઢી વર્ષનું બાળક રમતું હતું. આરતી બેનનો મૃતદેહને ઘરના હોલમાંથી મળી આવ્યો જ્યારે પતિ આશિષ માનેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસે પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં પોસ્ટમોર્ટમ બાદ જ આ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. હાલમાં ગોત્રી પોલીસે એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાડોશીને જાણ થતાં પોલીસ બોલાવી :આ ઘટનાની જાણ પાડોશીને ત્યારે થઈ કે, આ અઢી વર્ષનું બાળક બહાર આવ્યું જ્યારે વરસાદ પડી રહ્યો હતો. પડોશીએ તેને ઘરમાં જવાનું કહ્યું અને પાડોશીની દીકરી નોકરીથી પરત આવતા ત્યાં જઈ જોતા અશિષભાઈનો મૃતદેહ લટકતા જોઈ ગભરાઈને પોતાની માતાને બોલાવી લાવી હતી. આ સમગ્ર ઘટના બાદ પડોશીએ આસપાસના લોકોને બોલાવી પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કંટ્રોલમાંથી વર્ધી મળી હતી કે, ગોત્રી તળાવ પાસે આવેલા 13 માળના શિવાલય હાઈટ્સમાં પતિ-પત્નીનો મૃતદેહ પડેલો છે અને અઢી વર્ષનો પુત્ર રમી રહ્યો છે. આવી માહિતી મળતા જ અમે અમારા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા અને પહોંચીને તપાસ શરૂ કરી હતી. જ્યાં પતિ પત્નીનો મૃતદેહ મળી આવ્યા હતા. પત્નીના ગાળાના ભાગે 2 નિશાન દેખાય હતા જેમાં એફએસએલની મદદ લેવાઈ હતી. આશિષભાઈએ તો આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ જણાય છે, પરંતુ તેમના પત્ની આરતીબેનના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. - એમ.કે.ગુર્જર (PI, ગોત્રી પોલીસ સ્ટેશન)

વિશેરા રિપોર્ટ બાદ કારણ બહાર આવશે :વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં બંનેનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પરિવારમાં પતિ પત્ની અને અઢી વર્ષનો પુત્ર હતો. પતિની ઉંમર 31 વર્ષ અને પત્નીની ઉંમર 21 વર્ષ છે. પુત્રની ઉમર અઢી વર્ષ છે. બાળકને મૃતક પતિના માતા પિતાને સોંપવામાં આવ્યું છે. આ મામલે એફએસએલની મદદ લેવામાં આવી છે. પત્નીના મૃત્યુનું કારણ વિશેરા રિપોર્ટ બાદ જ બહાર આવશે તેવું જણાવ્યું હતું.

  1. Madhya Pradesh News : MPમાં પિતા બાળકોના મૃતદેહને થેલીમાં ભરી ઘરે લઈ ગયા, મેડીકલ કોલેજમાં એમ્બ્યુલન્સ ન મળી
  2. Surat News : ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો, ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું યોગ્ય નથી
  3. Bhavnagar murder: દોઢ વર્ષ પહેલાંની અદાવતમાં હત્યા, યુવાનના પરિવારે મોડી સાંજ સુધી મૃતદેહ સ્વીકાર્યો નહિ

ABOUT THE AUTHOR

...view details