વડોદરા :ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શહેરના નામાંકિત CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસના એક વર્ષ બાદ નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ભોગ બનનાર ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી હાઈ પ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં શરૂઆતમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ મામલે નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન જમીન પર છુટકારો મળ્યો હતો અને રાજુ ભટ્ટ જેલમાં છે. આ મામલે આખરે કોર્ટ દ્વારા નિવેદન માટે ફરિયાદી કોર્ટમાં હકીકત જાહેર કરતા કોઈ દુષ્કર્મ ન થયું હોવાનું રટણ કરતા ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.
19 સપ્ટેમ્બર 2021માં ગોત્રી પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. વડોદરા શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટ અશોક જૈન અને રાજુ ભટ્ટના વિરુદ્ધમાં ફરિયાદ થઈ હતી. આ કેસ કોર્ટમાં બોડ પર આવતા ફરિયાદીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભોગ બનનાર મહિલાએ કોર્ટમાં હાજર થઈ જે કઈ સાચી વિગતો હતી તે કોર્ટ સમક્ષ રજુ કરી હતી. - હિતેશ ગુપ્તા (ધારાશાસ્ત્રી)
ખોટી રીતે ઉપયોગ થયો :અમે શરૂઆતથી કહેતા આવ્યા છીએ કે, આ કેસમાં કંઈક ખોટું છે. ભોગ બનનાર બહેનનો ક્યાંક ખોટી રીતે ઉપયોગ થયેલો છે તેવી હકીકત કોર્ટ સમક્ષ રજુ થઈ છે. ભોગ બનનાર બહેન 16 સપ્ટેમ્બરના રોજ વડોદરા છોડીને જતા રહ્યા હતા. તેઓ પરત આવવા પાછળનું એક માત્ર કારણ હતું કે, કોઈ અજાણ્યા નંબર પરથી ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી તેઓ વડોદરા ફરિયાદ કરવા માટે આવ્યા હતા.