- બળાત્કાર કેસના આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી ધરપકડ કરી
- રાજુ ભટ્ટના રિમાન્ડ પૂરા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો
- અશોક જૈનને પકડી પાડવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમો બનાવી હતી
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં ફરાર બંને મુખ્ય આરોપી પૈકી એક રાજુ ભટ્ટની ધરપકડ બાદ હવે અશોક જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે અશોક જૈનને પાલિતાણાથી ઝડપી પાડ્યો છે. અશોક જૈનની ધરપકડ સાથે ગોત્રી દુષ્કર્મ કેસના બંને મુખ્ય આરોપીઓ હાલ પોલીસની પકડમાં આવી ગયા છે. મહત્વનું છે કે રાજુ ભટ્ટના પકડાઈ ગયા બાદ કોઈપણ ભોગે અશોક જૈનને પકડી પાડવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમો બનાવીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી હતી.
અશોક જૈનને ભત્રીજાના સંપર્કમાં રહેવું ભારે પડ્યું
અશોક જૈનને પકડી પાડવા માટે આ પાંચ ટીમો ઉપરાંત ડિજિટલ સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવ્યો હતો. અને તેના પરિવાર તેમજ નજીકના વ્યક્તિઓના ફોનને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતાં. જોકે ચાલાક અશોક જૈને ફરાર થયાના પહેલા દિવસથી જ પોતાનો મોબાઈલ બંધ રાખ્યો હતો. અને ફોનનો બિલકુલ પણ ઉપયોગ કરતો નહોતો. જોકે આ બધા વચ્ચે તે પોતાના ભત્રીજાના સતત સંપર્કમાં હતો, જેના આઘારે પોલીસ અશોક જૈન સુધી પહોંચી શકી છે. તેના ભત્રીજાની અટકાયત કરીને પૂછપરછ બાદ વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે પાલિતાણામાં અશોક જૈન જ્યાં છુપાયો હતો ત્યાં દરોડો પાડીને ઝડપી પાડ્યો હતો. અને તેમજ હવે તને વડોદરા લાવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પીડિતાને ન્યાય મળશે - હર્ષ સંઘવી