ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા હરિભક્તોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર, ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે થયેલા વર્તનનો વિરોધ કર્યો - વડોદરા ગ્રામીણ ન્યુજ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં DySp દ્વારા સાધુ-સંતોને માર-મારવામાં આવ્યો હતો. DySp દ્વારા કરાયેલી ગેરવર્તણુંકના વિરોધમાં વડોદરા શહેર-જિલ્લાના હરિભક્તોએ એકત્ર થઇને જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વડોદરા હરિભક્તોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર,
વડોદરા હરિભક્તોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર,

By

Published : Jan 7, 2021, 7:46 PM IST

  • સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોને પોલીસે માર મારતા હરિ ભક્તોનો વિરોધ
  • વડોદરાના હરિભક્તોએ કલેકટરને આપ્યુ આવેદન
  • ગઢડામાં DySp દ્વારા સાધુ સંતો સાથે ગેરવર્તન કરાયુ

વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં DySp દ્વારા સાધુ-સંતોને માર-મારવામાં આવ્યો હતો. DySp દ્વારા કરાયેલી ગેરવર્તણુંકના વિરોધમાં વડોદરા શહેર-જિલ્લાના હરિભક્તોએ એકત્ર થઇને જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વડોદરા હરિભક્તોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર,

સરકાર દ્વારા અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરે તેવી રજૂઆત

6 ડિસેમ્બરના રોજ ગઢડા ગામમાં શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં રાત્રિના સમયે DySp કક્ષાના અધિકારી નિકુંમ દ્વારા સાધુ-સંતોને માર મારીને ગંદી ગાળો બોલી ગેરવર્તન કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોની લાગણી દુભાવા પામી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લાના હરિભક્તોએ એકત્ર થઇને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

મંદિરમાં ફરી આવી ઘટના ન બને તેવી હરિભક્તોની રજૂઆત

તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે તાત્કાલિક નિર્ણય લઇ એવા અધિકારી અને તેઓને સલાહ આપનારા અને ષડયંત્ર કરનારા તત્વોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી સંપ્રદાયના મંદિરોમાં ફરીથી આવા અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details