ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા ગુજરાત ATSને કાચની બોટલો મળી આવી, ડ્રગ્સ પ્રોસેસિંગમાં ઉપયોગની આશંકા - સ્ટોક બ્રોકિંગની દુકાન

વડોદરામાં આવેલા સયાજગંજ (Sayajganj area in Vadodara)વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં આવેલી સ્ટોક બ્રોકિંગની દુકાનમાંથી શંકાસ્પદ કેમીકલના બે બેરલ મળી આવ્યા હતા. સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝમાં તપાસ કરતા કાચના બિકર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

વડોદરા ગુજરાત ATSને કાચની બોટલો મળી આવી, ડ્રગ્સ પ્રોસેસિંગમાં ઉપયોગની આશંકા
વડોદરા ગુજરાત ATSને કાચની બોટલો મળી આવી, ડ્રગ્સ પ્રોસેસિંગમાં ઉપયોગની આશંકા

By

Published : Dec 7, 2022, 7:00 PM IST

વડોદરા પાસે આવેલા સિંધરોટ ખાતેથી ડ્રગ્સ (Gujarat ATS ) બનાવવાની મીની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. જે બાદ સુભાનપુરામાંથી ડ્રગ્સ(Drugs recovered from Subhanpura) મળી આવ્યું હતું. આ મામલાની ચાલુ તપાસ દરમિયાન ગતરોજ શહેરના સયાજગંજવિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં આવેલી સ્ટોક બ્રોકિંગની દુકાનમાંથી શંકાસ્પદકેમીકલના બે બેરલ મળી આવ્યા હતા. ગત રોજ ગુજરાત એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝની સામે આવેલા કોમ્પલેક્ષની ઓફિસમાં તપાસ કરતા પેકીંગ કરવાનો સામાન, કાચના બિકર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

વડોદરા ગુજરાત ATSને કાચની બોટલો મળી આવી, ડ્રગ્સ પ્રોસેસિંગમાં ઉપયોગની આશંકા

તપાસનો દોરઆ તમામનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થતો હોવાની શંકાને ધ્યાને રાખીને તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસ(Gujarat ATS) દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. વડોદરામાં ડ્રગ્સ મામલે 10 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રૂપિયા 600 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે.

ડ્રગ માફિયાવડોદરામાંથી નેટવર્ક ચલાવવાના ડ્રગ માફિયાઓના મનસુબા પર ગુજરાત એટીએસ પાણી ફેરવી રહ્યું છે. ચૂંટણી ટાણે ગુજરાત એટીએસ દ્વારા વડોદરાની સીમમાં આવેલી સિંધરોટ ખાતે ધમધમતી મીની ડ્રગ્સ ફેકટરી ઝડપી પાડી હતી. અને ડ્રગ્સ ફેક્ટરી ચલાવનારાઓને દબોચી લીધા હતા. સિંધરોટમાં મીની ડ્રગ્સ ફેક્ટરી ઝડપાયા બાદ શહેરના સુભાનપુરા વિસ્તામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. દરમિયાન ડ્રગ્સ પ્રકરણમાં પકડી પાડવામાં આવેલા આરોપીઓની પુછપરછમાં સયાજીગંજ વિસ્તારના ( stock broking shop) પાયલ કોમ્પલેક્ષમાં સ્ટોક બ્રોકિંગની દુકાનમાં શંકાસ્પદ મટીરીયલ મુકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

તપાસ હાથગતરોજ ગુજરાત એટીએસ (Gujarat ATS ) અને વડોદરા એસઓજી દ્વારા સંયુક્ત રીતે સયાજીગંજમાં આવેલી સ્ટોક બ્રોકિંગની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારીઓને સ્થળ પરથી શંકાસ્પદ કેમીકલ ભરેલા બેરલ મળી આવ્યા હતા. ગતરોજ ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ પ્રકરણ મામલે સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામે આવેલા આનંદ કોમ્પલેક્ષના બીજા માળે આવેલી ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા પરથી ગુજરાત એટીએસને પેકિંગ કરવાનો સામાન, કાચના બિકર સહિતની અન્ય સામગ્રી હાથ લાગી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ તમામનો ઉપયોગ ડ્રગ્સની બનાવટ અથવા તેના પેકિંગમાં કરવામાં આવતો હોવાની આશંકાને ધ્યાને રાખીને તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આગળની તપાસમાં હવે શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details