ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ગાજરાવાડી કતલખાના મશીન કોન્ટ્રાક્ટ મુદ્દે નાળિયા સમાજનો વિરોધ - ઈટીવી ભારત

ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે મરેલાં ઢોરોના વ્યવસાયમાં વડોદરા બહારના વ્યક્તિને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે પેઢીઓથી મરેલાં ઢોરના ચામડાં-હાડકાંનો ધંધો કરતાં વડોદરા શહેરના નાળિયા સમાજને અંધારામાં રાખી મશીન મૂકી દેવાયાની રજૂઆત સાથે તેમના દ્વારા વિરોધ નોંધવાયો હતો.

ગાજરાવાડી કતલખાના મશીન કોન્ટ્રાક્ટ મુદ્દે નાળિયા સમાજનો વિરોધ
ગાજરાવાડી કતલખાના મશીન કોન્ટ્રાક્ટ મુદ્દે નાળિયા સમાજનો વિરોધ

By

Published : Feb 27, 2020, 3:59 PM IST

વડોદરાઃ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં કોર્પોરેશનનું સ્લોટર હાઉસ આવેલું છે. જ્યાં વર્ષોથી મરેલાં ઢોરોનો નાશ કરવામાં આવે છે અને મરેલાં ઢોરોમાંથી નીકળતાં ચામડા અને હાડકાંઓ થકી વર્ષોથી નાળિયા સમાજ પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ હાલમાં કોર્પોરેશને ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે પણ કોન્ટ્રેક્ટ પદ્ધતિ અપનાવી વર્ષોથી મરેલા ઢોરોનાં વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના નાળિયા સમાજ સાથે અન્યાય કરી વડોદરા બહારના વ્યક્તિને આ કોન્ટ્રાકટ આપી દેતાં નાળિયા સમાજમાં રોષ ફેલાયો છે.

ગાજરાવાડી કતલખાના મશીન કોન્ટ્રાક્ટ મુદ્દે નાળિયા સમાજનો વિરોધ

આ અંગે સમાજના અગ્રણી બળદેવભાઈ અંબાલાલ પરમારની આગેવાનીમાં આ વ્યવસાયમાં સંકળાયેલા કેટલાંક યુવાનોએ ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે પહોંચી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતાં. બળદેવભાઈ પરમારે આ અંગે જણાવ્યું હતું.કે અમે ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે બાપદાદાની પેઢીઓથી મરેલા ઢોરોનો ધંધો કરતાં આવ્યાં છીએ અને આ ધંધો માત્ર નાળિયા સમાજ દ્વારા જ કરવામાં આવે છે. જેતે વખતે આ વિસ્તારમાં માત્ર જંગલ જ હતું. કોઈ વસ્તી ન હતી. જ્યારે,આજની તારીખમાં સ્લોટર હાઉસની આસપાસ વસ્તી છે. મોટાં મોટાં શેડો બની ગયા છે. કોર્પોરેશન પાસે ગાજરાવાડી સ્લોટર હાઉસ સિવાય બીજી કોઈ જગ્યા નથી.

વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેશનને વારંવાર વાત કરતાં કે આ સ્લોટર હાઉસમાં વડોદરા બહારના પણ મરેલા જનાવરો આવે છે. જે વડોદરાની હદના નથી. એની સાથે પાંજરાપોળના પણ મરેલા જાનવરો અહીંયા આવે છે. કરજણના રતિલાલ જમનાદાસ પરમારનો અહીંયા કોન્ટ્રેક્ટ ચાલે છે. કરજણ પાંજરાપોળ સાથે 30થી 35 વર્ષનો કોન્ટ્રાકટ છે.આ મરેલા જાનવરો વડોદરામાં લવાય છે. જે ગંદકી ગાજરાવાડી સ્લોટર હાઉસમાં નાંખવામાં આવે છે અને આ ગંદકી વિરોધ પક્ષના નેતાને નડે છે. બીજું વાઘોડિયા રોડ પર આવેલ બાકરોલ ફાર્મની ગંદકી પણ અહીંયા નાખવામાં આવે છે. અમારી માગ છે કે અમે વર્ષોથી ધંધો કરીએ છે. જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે ચાલવા દો. આ ધંધા પર અમારા 2000 માણસો પોતાનું જીવન જીવી રહ્યાં છે. એક એક ઘરમાં 50 વ્યક્તિનું કુટુંબ છે. તો બહારના વ્યક્તિને ગાજરાવાડી સ્લોટર હાઉસનો કોન્ટ્રાકટ સોંપી દીધો છે.

કોર્પોરેશને અમારી સાથે મિટિંગ કરી કહેવામાં આવ્યું કે અમે તમને વગર મહેનતે પૈસા આપી દઈએ તો ? મરેલા ઢોરોનો નાશ કરવા માટે મશીન લાવવામાં આવ્યું તે પણ અમને અંધારામાં રાખીને લાવીને મૂકી દીધું છે. આ મશીનમાં આખે આખા ઢોર નાખી દેવામાં આવે છે. એટલે તેમાંથી મરેલાં ઢોરોનાં ચામડાં અને હાડકાં અને જે કાંઈ અવશેષ નીકળે છે એ ખૂબ હાનિકારક હોય છે. હાલની તારીખમાં ચામડાનું કે હાડકાંનું બજાર નથી. અમે આની પર જીવી ખાઈએ છીએ અને આમાંથી જે કાંઈ રોગાણ નીકળે છે તે સાબુ બનાવવામાં વપરાય છે. જેથી અમે વર્ષોથી જે રીતે ધંધો કરીએ છે જે પ્રમાણે ચાલે તે પ્રમાણે ચાલવા દો તેવી માગણી છે.

ABOUT THE AUTHOR

...view details