દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામોમાં વન્ય જીવોનો ધીકતો વેપાર વડોદરા: જીવદયા પ્રેમીઓએ અને વડોદરા વન વિભાગે (forest department and wildlife lovers joint operation) વન્યજીવોની હત્યા અને વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ (wildlife killing and sale racket exposed vadodara) કર્યો હતો. વાઘના ચામડા, દીપડાના ચામડા, ઘુવડ સહિતના જંગલી પ્રાણીઓનો વેપાર કરતા 27 આરોપીઓની ધરપકડ કરી હતી. (arrested 27 people with wild animals and skins)
વન્ય જીવોનો ધીકતો વેપાર: દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામોમાં વન્ય જીવોનો ધીકતો વેપાર ચાલતો હોવાની માહિતી સામે આવી હતી. જેને લઈને વડોદરાના જીવદયા કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. દરમિયાન વાઘના ચામડા, દીપડાના ચામડા, ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા 27 જણાને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો:અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધા, સુરતની મહિલા પોલીસ પ્રીતિ પટેલે દેશનું નામ રોશન કર્યું
લાંબા સમયથી ચાલી રહી હતી તપાસ:વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો વન્યજીવોના સોદા કરી રહેલી ટોળકીને શોધી રહ્યા હતા. વલસાડ અને ડાંગ વિસ્તારમાં કેટલીક ટોળકી વન્યજીવોના સોદા કરી રહી હોવાની અને ફોરેસ્ટ વિભાગથી બચવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાં ચાલ્યા જતા હોવાની વિગતો મળી હતી. વિગતોને પગલે છેલ્લા છ મહિનાથી વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો વોચમાં હતા. કાર્યકરોએ તેમને જેમજેમ માહિતી મળી તેમ ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે તબક્કાવાર દરોડા પાડી વન્યજીવોને મારીને વેચવાનું મોટું રેકેટ ઝડપી પાડયું હતું.
આ પણ વાંચો:ખેડૂતો સાથે 'ખેલા હોબે', ખેતીવાડી વિભાગએ લીધેલા ખાતરના નમુના ફેલ
27 આરોપીઓની ધરપકડ:ધરમપુર, માંડવી, વલસાડના ડાંગ અને નર્મદા જિલ્લાના સેલંબા ખાતેથી આરોપીઓ પાસેથી વાઘની બે અને દીપડાની એક ચામડી મળી આવી હતી. જ્યારે વિવિધ પ્રજાતિના પાંચ ઘુવડ, બે મોનિટર ગરોળી અને દીપડાની ચામડીના અવશેષો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે કુલ 27 આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની સામે હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.