વડોદરાઃ કરજણ પોલીસે બાતમીના આધારે તોહમતદાર રવી ગોપાલ માછીને 5 પ્લાસ્ટિકના કોથળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 101 કિંમત 20,200 તથા 1 મોબાઈલ કિંમત રૂપિયા 6000 કુલ મળીને 26,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
વડોદરાના કરજણના કોહોણા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો
કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોહોણા ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં પોલીસે 101 બોટલ, 1 મોબાઈલ સાથે કુલ મળીને 26,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે કોહણા ગામ નર્મદા નદીના ઘાટ પર રેતીના પટમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં એક ઈસમ પ્લાસ્ટિકના કોથળા સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે 26,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો ઈસમ રવી ગોપાલ માછીની પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્લાસ્ટિકના કોથળામા નદીના સામે કિનારેથી ઇદોર ગામના મિતેષ રસિક પાટણવાડીયાએ નાવડીમાં લાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. કરજણ પોલીસે આ ઈસમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.