ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફાયરના જવાનો બન્યા દેવદૂત, 2 કલાકની મહેનતે બાળકને ખાડામાંથી કાઢ્યું બહાર - Vadodara Fire Department

વડોદરામાં આવેલા રસરિયા તળાવ પાસે એક ખાડામાં 2 વર્ષનું બાળક ફસાઈ ગયું હતું. અહીં 2 કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આ બાળકને સહીસલામત બહાર કાઢ્યું (Fire Department rescued child from Borewell) હતું. ત્યારે હવે આ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે.

વડોદરામાં ફાયરના જવાનો બન્યા દેવદૂત, 2 કલાકની મહેનતે બાળકને ખાડામાંથી કાઢ્યું બહાર
વડોદરામાં ફાયરના જવાનો બન્યા દેવદૂત, 2 કલાકની મહેનતે બાળકને ખાડામાંથી કાઢ્યું બહાર

By

Published : Dec 31, 2022, 3:13 PM IST

Updated : Dec 31, 2022, 3:49 PM IST

પોલીસ અને એમ્બુલન્સ પહોંચી ઘટનાસ્થળે

વડોદરાશહેરના રસરિયા તળાવ સામે આવેલા શિવજીવા મંદિરના પટાંગણમાં મજૂરી કામ કરતા એક મજૂરનું બાળક ઊંડા ખાડામાં (Fire Department rescued child from Borewell) પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનો (Vadodara Fire Department) પાસે ઉપલબ્ધ સાધનો દ્વારા બાળકને બહાર કાઢવું શક્ય ન થવાથી JCBની મદદ લેવામાં આવી હતી.

JCBની મદદ લેવી પડીઅહીં JCB દ્વારા ખાડામાં (Fire Department rescued child from Borewell) પડેલા બાળકની નજીક અન્ય ખાડો કરીને તેને રેસ્ક્યૂ કરવા તાબડતોડ ટીમો કામે લાગી હતી. આખરે બાળકને રેસ્ક્યૂ કરવામાં ફાયરના (Vadodara Fire Department) જવાનોને સફળતા મળી હતી. ત્યારબાદ બાળકને (Vadodara Fire Department rescued child) સયાજી હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યું હતું. ફાયરના લશ્કરોની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

ફાયરની ટીમની સરાહનીય કામગીરીવડોદરાનું ફાયરબ્રિગેડ (Vadodara Fire Department) અનેક પડકારજનક સ્થિતિમાં લોકોની સેવામાં ખડેપગે રહે છે. વડોદરાના સરસિયા તળાવ પાસે જૂનું શિવજીનું મંદિર આવેલું છે, જ્યાં ઊંડા ખાડામાં (Fire Department rescued child from Borewell) આજે (શનિવારે) બપોરે 12.30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક પડી ગયું હોવાની જાણ ફાયર બ્રિગેડને થઈ હતી. ત્યારબાદ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ ખાડો સાંકડો હોવાના કારણે અંદર જઈને બાળકને (Vadodara Fire Department rescued child) બચાવવું શક્ય નહતું. તેવામાં ફાયરના જવાનોએ તેમની પાસે ઉપલબ્ધ સાધનોની મદદથી બાળકને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નહતી.

લોકોના ટોળેટોળા ઉમટ્યાઅહીં બાળક ખાડામાં (Fire Department rescued child from Borewell) પડ્યાની જાણ સ્થાનિકોને થતાં અહીં લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યારે ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે ઘટનાસ્થળ પર ઉપસ્થિત ટોળાને પોલીસે વિખેર્યા હતા. સાથે સ્થાનિકો પણ ફાયર (Vadodara Fire Department) , પોલોસ અને એમ્બુલન્સ ટીમે કામગીરી માટે સહકાર આપ્યો હતો. આ કામગીરીમાં ફાયરની ટીમે માત્ર 1 કલાકમાં જ બાળકને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બાળક બોરવેલમાં પડ્યું હતું આ અંગે ફાયર ટીમના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પૂવારે જણાવ્યું હતું કે, કન્ટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે, બાળક બોરવેલમાં પડ્યું છે. તેવા મેસેજ મળતાં જ પાણીગેટ અને દાંડિયા બજાર ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ બાળકને સફળતાપૂર્વક (Vadodara Fire Department rescued child) રેસ્ક્યૂ કરી તેને હોસ્પિટલ (SSG Hospital Vadodara) ખાતે ખસેડવામાં આવ્યો હતો.

10 ફૂટ ખાડો ખોદ્યો આ અંગે સિટી પોલોસ સ્ટેશનના PI એસ. એમ. સગરે જણાવ્યું હતું કે, શહેરના સરસિયા તળાવ નજીક જ્યાં ગણપતિનું વિસર્જન થાય છે તેની સામે આવેલ રામજી મંદિરમાં રીનોવેશન કામગીરી દરમ્યાન મજૂર દ્વારા 10 ફૂટ જેટલા ખોદેલ ખાડામાં રમતા રમતા બાળક ખાડામાં (Fire Department rescued child from Borewell) ખાબકયું હતું જેને લઈ અમને જાણ થતાં ફાયર અને (Vadodara Fire Department) એમ્બુલન્સને ઘટનાસ્થળે બોલાવી રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને (Vadodara Fire Department rescued child) સલામત રીતે ખાડામાંથી કાઢવામાં આવે છે અને તેને હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) ખસેડવામાં આવ્યું છે હાલમાં આ બાળકની તબિયત સુધારા પર છે તેવું જણાવ્યું હતું.

Last Updated : Dec 31, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details