ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના રમણગામડી ગામે દીપડાએ ત્રણ પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ - દીપડાનો આતંક

વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરા પર હિંસક હુમલો કરી મારણ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દિપડાને પાંજરે પુરવા માટે ગ્રામજનોએ માંગ ઉઠાવી હતી.

વનવિભાગને કરી રજૂઆત કરતા ગામજનો
વનવિભાગને કરી રજૂઆત કરતા ગામજનો

By

Published : Feb 6, 2021, 2:18 PM IST

  • વડોદરા તાલુકાના પોર પાસે આવેલા રમણગામડી ગામમાં દીપડાનો આતંક
  • ગ્રામજનોમાં સર્જાયો ભયનો માહોલ
  • દીપડાને પાંજરે પુરવા માટે ગ્રામજનોએ વનવિભાગને કરી રજૂઆત

વડોદરા: શહેર નજીક પોર પાસેના રમણગામડી ગામે દીપડાએ હુમલો કરી ત્રણ પશુઓનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામનાં લોકો ખેતી અને પશુપાલન પર નભતા હોવાથી તેઓની માથે આભ તૂટી પડ્યું હતું.

ગામનાં પશુઓ બન્યા દીપડાનું ભોજન

વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરા પર હિંસક હુમલો કરી મારણ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.નદી-કોતરોમાંથી દીપડો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી ગયો હોવાની અટકળો લોકોમાં ચાલી રહી છે. ગામનાં લોકો ખેતી અને પશુપાલન પર નભતા હોવાથી તેઓની માથે આભ તૂટી પડ્યું હતું.

દીપડાને પાંજરે પુરવા માટે ગામ લોકોએ માંગણી કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર રમણગામડી ગામમાં રહેતા પ્રવીણભાઈ પુનમભાઈ રાઠોડિયા પશુઓ રાખી તેમજ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપડાએ ગામમાં ધસી આવી પ્રવિણભાઈના ઘર પાસે બાંધેલા બકરાઓ પર હિંસક હુમલો કરતા એક સાથે ત્રણ બકરા દીપડાના હિંસક હુમલામાં ભોગ બન્યા હતા. આવી રીતે અચાનક થયેલા હુમલાથી ખેતમજૂરી તેમજ પશુપાલન કરી કરી જીવન ગુજારતા પ્રવિણભાઈની માથે આભ તુટી પડ્યુ હતું. તો બીજી તરફ દિપડાના આતંકે ગામમાં ભયનો માહોલ સર્જો હતો. શિકારની શોધમાં દિપડો ગામમાં ધસી આવ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ હતી. દીપડાએ પશુઓના કરેલા મારણ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી તેમજ હિંસક દિપડાને પાંજરે પુરવા ઉગ્ર માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details