વડોદરા : નવા કૃષિ બીલ 2020નો દેશના અન્ય રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ આ બીલને ખેડૂત વિરોધી ગણાવી રહ્યું છે, તેમજ વિપક્ષ દ્વારા કૃષિ બીલનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે શાસક પક્ષ ભાજપ કૃષિ બીલને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવી રહ્યું છે. ખેડૂતોમાં આ બીલને લઈને ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન જોવા મળી રહ્યું છે.
વડોદરાઃ ભાયલી ગામના ખેડૂતોએ કૃષિ બીલને આપ્યું સમર્થન, ભાજપના નેતાઓએ ખેડૂતોનું કર્યું અભિવાદન - Vadodara
વડોદરાના ભાયલી ગામના ખેડૂતો દ્વારા કૃષિ બીલને આવકારવામાં આવ્યું છે. આ સંદર્ભે મંગળવારે ભાયલી ગામમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી.
કૃષિ બીલ 2020
વડોદરાના ભાયલી ગામના ખેડૂતો દ્વારા મંગળવારે આ કૃષિ બીલને આવકારવામાં આવ્યું હતું. આ સંદર્ભે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા સહિત ભાજપાના નેતાઓની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ બીલને સમર્થન આપનારા ભાયલી ગામના ખેડૂતોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.