ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા SOGની ટીમ દ્વારા રાંધણ ગેસના રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ - Vadodara City SOG Team

વડોદરા શહેર SOGવી ટીમે અજબડી મીલ પાસે ઘર વપરાશના તેમજ કોમર્શિયલ વપરાશના રાંધણ ગેસના રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વડોદરા શહેર SOGએ 4 યુવકોને કુલ રૂપિયા 1 લાખ 73 હજાર 047નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં.

vadodara
વડોદરા SOG ટીમ દ્વારા રાંધણ ગેસના રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

By

Published : Mar 5, 2020, 6:55 PM IST

વડોદરાઃ શહેરના પાણીગેટ અબજડી મીલના કંપાઉન્ડમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ઘરેલુ વપરાશના ગેસના ભરેલા બોટલાના સીલ ખોલી પાઇપ વડે ખાલી બોટલ રિફિલિંગ થઈ રહ્યું હોવાની બાતમી શહેર SOGને મળી હતી. જેના અનુસંધાને શહેર SOGની ટીમે સ્થળ પર રેડ પાડી હતી.

વડોદરા SOG ટીમ દ્વારા રાંધણ ગેસના રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

જેમાં નિરજ હરીદાસ કહાર, રાહુલ રમણભાઇ રાવળ, સંદિપ કિરણ રણદીવે તથા અવિનાશ દિપકભાઇ કહારને ઝડપી પાડ્યા હતાં. કોમર્શીયલ વપરાશ માટેના એલ.પી.જી ગેસની બોટલો, ખાલી બોટલમાં ચોરી કરેલા ગેસ, થ્રીવ્હીલ ટેમ્પો, મોબાઇલ ફોન, રીફીલીગ/રીપેકિંગ કરવા માટેના સાધનો પાઇપો, પ્લાસ્ટીકના ગેસના શીશા તથા વજન કાંટો કુલ રૂપિયા 1 લાખ 73 હજાર 047ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

વડોદરા SOG ટીમ દ્વારા રાંધણ ગેસના રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details