- ગોત્રી હોસ્પિટલના જીવન રક્ષક ઉપકરણોની યાંત્રિક ખામી
- E.M.E.સ્કૂલનાં નિષ્ણાતો દ્વરા તમામ ઉપકરણો સમયસર દૂરસ્ત કરીને પાછા શરૂ કરી દેવામાં આવ્યા
- E.M.E. દ્વારા ટેલિફોનિક ઇકવિપમેન્ટ હેલ્પ લાઇન ચાલું કરવામાં આવી
વડોદરાઃ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કોરોના કાળમાં પણ હોસ્પિટલના સંવેદનશીલ જીવન રક્ષક ઉપકરણો સતત ચાલું રહે તે માટે આ સંસ્થાની નિપુણતાઓનો વિનિયોગ કરવાનો નિર્ણય લીધો હતો. તેના અનુસંધાને તેમણે અને જિલ્લા પોલીસ અધિક્ષકે આ સંસ્થાની મુલાકાત લઈને, તેના ઉચ્ચ અઘિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. તેના ફળ સ્વરૂપે E.M.E. દ્વારા તા.15 મી મેથી ટેલિફોનિક ઇકવિપમેન્ટ હેલ્પ લાઇન ચાલું કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનની મદદથી કટોકટીના સમયે ગોત્રી હોસ્પિટલના જીવન રક્ષક ઉપકરણોની યાંત્રિક ખામી નિવારી શકાતા ખૂબ મોટી જીવન રક્ષક મદદ મળી હતી.
વડોદરા E.M.E. સ્કૂલમાં આધુનિક યંત્રો છે ઉપલબ્ધ આ પણ વાંચોઃ આમોદના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
ગોત્રી હોસ્પિટલમાં યંત્રો ખામિઓની ખામી
ગોત્રી હોસ્પિટલના વિવિધ પ્રકારના 19 જેટલાં યંત્રો અને ઉપકરણો યાંત્રિક ખામિઓના કારણે બગડ્યા હતા. આવા સમયે E.M.E. દ્વારા શરૂ કરાયેલા હેલ્પ લાઇનની મદદ લઈને તમામ ઉપકરણો E.M.E. ખાતે મોકલવામાં આવ્યા હતા, ત્યાં E.M.E.સ્કૂલનાં નિષ્ણાતો દ્વરા તમામ ઉપકરણો સમયસર દૂરસ્ત કરીને પાછા શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાનો કહેર વધતા ગોત્રી હોસ્પિટલમાં 250 બેડનું ક્વિક રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયું
ઇ.એમ.ઇ.સ્કૂલ ડિજીટલ ઉપકરણોના મેન્ટેનન્સ અને સમારકામની નિપુણતા ધરાવે
E.M.E. સ્કૂલનાં નિષ્ણાંતો દ્વારા ગોત્રી હોસ્પિટલના ઇન્ફ્યુઝન પંપ, ડી ફિબ્રીલેટર, ઇ.સી.જી.મશીન, બાયો ઓટર, ફોગર મશીન, સક્શન મશીન, ઓક્સીજન કોન્સરટ્રેટર અને ફ્લો મીટર જેવા ઉપકરણો દૂરસ્ત કરીને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા ઇ.એમ.ઇ.સ્કૂલના આ સૌજન્ય અને યોગદાનને બિરદાવવાની સાથે આગામી ચોમાસામાં હોસ્પિટલોની જરૂરિયાતના પ્રસંગોમાં સંસ્થા આ વ્યવસ્થા દ્વારા મદદરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.